ગુજરાતમાં મેડીકલ પીજીનાં એડમિશનનાં નિયમોમાં ફેરફાર સામે વિદ્યાર્થીઓમાં રોષ

0

રાજ્યમાં તાજેતરમાં મેડીકલ પીજીના એડમિશનના નિયમોમાં ફેરફાર કરવાથી ગુજરાતના ડોક્ટરોમાં સરકાર પ્રત્યે ભારે રોષ જાેવા મળેલ છે. અગાઉથી કોઈ જ નોટિસ કે જાણ કર્યા વગર જ સરકારે ગૂજરાત રાજ્યમાંથી જ એમબીબીએસ પાસ કરનાર વિદ્યાર્થીઓ માટે જે પીજીમાં ૫૦ ટકા બેઠકો ઉપર સ્ટેટ ક્વોટાથી જ એડમિશન મળવા પાત્ર થતાં, તે બેઠકો ઉપર પણ હવે ગુજરાત બહારના રાજ્ય તેમજ વિદેશથી એમબીબીએસ કરીને આવેલ વિદ્યાર્થીઓ માટે એડમિશન લઈ શકાશે એવી જાહેરાત કરતા ગુજરાતમાંથી એમબીબીએસ કરતા વિદ્યાર્થીઓને અન્યાયની લાગણી અનુભવાય છે. અત્રે ઉલ્લેખનીય છે કે, આ સ્ટેટ ક્વોટામાં પહેલા તક મળે તે માટે જ વિદ્યાર્થીઓ ૧રમાં ધોરણ પછી એમબીબીએસમાં એડમિશન લેતી વખતે જ ગુજરાત રાજ્યની મેડીકલ કોલેજાેને પ્રાથમિકતા આપતા હોય છે. જેમાં હવે બહારના રાજ્યોમાંથી એમબીબીએસ કરેલ વિદ્યાર્થીઓને તેમના રાજ્ય તેમજ ગુજરાત એમ બે રાજ્યોમાં ૧૦૦ ટકા બેઠકો ઉપર એડમિશન લઈ શકશે. નારાજગીનો બીજાે એક મુદ્દો એ પણ છે કે, સરકારી ક્ષેત્રે તબીબી સેવા આપેલ ડોક્ટરો માટે આગળ પીજીમાં એડમિશન લેવા માટે ૧૦ ટકા બેઠકો ઉપર “ઇન સર્વિસ” ક્વોટા અનામતી રૂપે વર્ષે ઉમેરવામાં આવેલ પણ બીજી બાજુ તંત્ર દ્વારા છેલ્લા કેટલાય સમયથી મેડીકલ ઓફિસરોની કાયમી નિમણુંક બંધ થઈ ગયેલ છે જેથી અત્યારે બહાર પડનારી તેમજ આવનારી ડોક્ટરોની પેઢી આ લાભથી વંચિત રહી જશે. તેમજ આ વર્ષે નવા નિયમો મુજબ પીજીના કાઉન્સિલિંગ દરમ્યાન જે તે બેઠક ઉપર પ્રવેશ મેળવી લીધા પછી તે વિદ્યાર્થી પોતાની ઈચ્છા મુજબ તે સીટ મફતમાં એટલે કે પેનલટી ભર્યા વગર જ છોડી શકે છે અને જેમાં પાછળથી આવનારા રાઉન્ડમાં તે બેઠક ઉપર પણ રાજ્યની બહારથી ડોકટરી ભણેલ કોઈ પણ વિદ્યાર્થી પ્રવેશ લઈ શકે એમ છે જેનાથી ગુજરાતના વિદ્યાર્થીઓને નુકશાન થશે. માટે ગુજરાત ઇન્ટરન ડોકટર અસોસિએશન તેમજ ગુજરાત એમબીબીએસ સ્ટુડન્ટ્‌સ અસોસિએશન આની વિરૂદ્ધ હાઈકોર્ટમાં રિટ દાખલ કરીને સરકાર સમક્ષ એજ માંગણીઓ મૂકી છે કે, જે પણ નવા નિયમો હોય તે હવેથી આ વર્ષે ૨૦૨૨-૨૩માં એમબીબીએસમાં દાખલ થતાં વિદ્યાર્થીઓને એટલે કે ૨૦૨૮-૨૯માં લાગુ પડે કારણ કે ગૂજરાતમાં એમબીબીએસ એડમિશન લેતી વખતે વિદ્યાર્થીઓને આની જાણ ન હતી.(તસ્વીર ઃ રવિન્દ્ર કંસારા)

error: Content is protected !!