વિશ્વાસ પ્રોજેકટ અંતર્ગત જૂનાગઢમાં વૃધ્ધ દંપતીની મરણમુડી પોલીસે પાછી અપાવી

0

વિશ્વાસ પ્રોજેક્ટ અંતર્ગત ઇન્સ્ટોલ કરેલ સીસીટીવી કેમેરા દ્વારા ૭૦ વર્ષની ઉંમરના વયો વૃધ્ધ દંપતીની મરણ મુડી રૂા.૩૦,૦૦૦/-ની રકમના સોનાના દાગીના તથા રૂા.૩,૫૦૦/- રોકડ રકમ એમ કુલ રૂા.૩૩,૫૦૦/-ની કિંમતના દાગીનાની થેલી ઓટો રીક્ષામાં ભૂલી ગયેલ જે નેત્રમ શાખા જૂનાગઢ દ્વારા શોધી કાઢેલ હતી. અરજદાર ધિરજલાલ ધનજીભાઇ પીઠડીયા(ઉ.વ.૭૦) અને તેમના ધર્મ પત્ની બંને એકલા જ રહેતા હોય અને પોતાના ઘડપણનું જીવન સાથે જ ગુજારતા હોય, તા.૨૫-૯-૨૦૨૨ના રોજ પતિ-પત્ની પોતાના અંગત કામથી કાળવા ચોક જવા માટે રીક્ષામાં બેઠેલ અને રીક્ષામાંથી ઉતરતા સમયે તેમના ધર્મ પત્ની પોતાની સાથે રાખેલ થેલી તે રીક્ષામાં જ ભુલી ગયેલ હતા. તે થેલીમાં તેમના જીવન સમય દરમ્યાન તેમણે સાચવેલ સોનાના દાગીના તથા દર માસે સરકાર તરફથી વૃધ્ધોને મળતી સહાયમાંથી પાઇ પાઇ ભેગી કરી સાચવેલ રોકડ રૂા.૩,૫૦૦/- એમ સોનાના દાગીના અને રોકડ રકમ સહીત કુલ રૂા.૩૩,૫૦૦/-ના મુલ્યની થેલી હતી. બંને પતિ-પત્ની વયો વૃધ્ધ હોય, હાલમાં ઘરમાં કોઇ આવકનું સાધન પણ ના હોય, તે દંપતી વ્યથિત થઈ ગયેલ હતા. ધિરજલાલ દ્વારા આ બાબતની જાણ એ ડીવીઝન પો.સ્ટે.ના પી.આઇ. એમ.એમ. વાઢેરને કરતા પી.આઇ. એમ.એમ. વાઢેર દ્વારા નેત્રમ શાખા(કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર)ના પી.એસ.આઇ. પી.એચ.મશરૂને આ બાબતની જાણ કરતા નેત્રમ શાખા દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવેલ હતી. જૂનાગઢ રેન્જના ડીઆઈજી નિલેષ જાજડિયા તથા જૂનાગઢ જીલ્લા પોલીસ વડા રવિ તેજા વાશમ શેટ્ટી દ્વારા જૂનાગઢ જીલ્લાના તમામ થાણા અમલદારોને પ્રજા સાથે સોહાર્દપૂર્ણ વર્તન કરી, મદદરૂપ થવા તેમજ પોલીસ સ્ટેશન ખાતે મદદ માટે આવતા લોકોને શક્ય તે મદદ કરી, પોલીસ પ્રજાનો મિત્ર છે, એ સૂત્રને સાર્થક કરવા તમામ પ્રયત્નો કરવા ખાસ સૂચના કરવામાં આવેલ છે. જૂનાગઢ ડિવિઝનના ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ નેત્રમ શાખા(કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર) ખાતેના પી.એસ.આઇ પી.એચ.મશરૂ, પો.કોન્સ. ચેતનભાઇ સોલંકી, કુસુમબેન મેવાડા એન્જી. નિતલબેન મહેતા દ્વારા જહેમત ઉઠાવી ધિરજલાલ ભાઇ જે સ્થળથી પસાર થયેલ તે સમગ્ર રૂટના વિશ્વાસ પ્રોજેક્ટ અંતર્ગત ઇન્સ્ટોલ કરવામાં આવેલ સીસીટીવી કેમેરાના ફૂટેજ ચેક કરતા ધિરજલાલ જે ઓટો રીક્ષામાં બેસેલ હતા તે ઓટો રીક્ષાને શોધી કાઢવામાં આવેલ હતી. તે ઓટો રીક્ષાના નંબરની માહિતી આધારે રીક્ષા ચાલકનું નામ સરનામું શોધી કાઢવામાં આવેલ હતું. રીક્ષા ચાલકને એ ડિવિઝન પોલીસ સ્ટાફ રામભાઇ ચાવડા, ખીમાણંદભાઇ સોલંકી દ્વારા પૂછપરછ કરતા તેમને પોતાની રીક્ષામાં કોઇ પેસેન્જર થેલી ભુલી ગયાનું ધ્યાને આવેલ પરંતુ આ થેલી કોની છે ? તે તેમને માલુમ ના હતું. જૂનાગઢ નેત્રમ શાખા દ્વારા વયો વૃધ્ધ ધિરજલાલ દંપતીની રૂા.૩૩,૫૦૦/-ના સોનાના દાગીના તથા રોકડ રકમ સહિતની થેલી સહી સલામત ગણતરીની કલાકોમાં પરત કરેલ હતી. જૂનાગઢ નેત્રમ શાખા દ્વારા પોતાની મરણ મુડીની ખોવાયેલ થેલી સહિ સલામત પરત અપાવવા માટે કરેલ તાત્કાલિક સંવેદનપૂર્ણ કાર્યવાહીથી પ્રભાવિત થઈને ધિરજલાલ દ્વારા જૂનાગઢ પોલીસનો આભાર વ્યક્ત કર્યો હતો અને વૃધ્ધ દંપતીએ પોલીસ સ્ટાફને આશીર્વાદ પાઠવ્યા હતા. જૂનાગઢ જીલ્લા પોલીસ વડા રવિ તેજા વાશમ શેટ્ટી દ્વારા પણ પ્રજા સાથે સંવેદના પૂર્ણ કાર્યવાહી કરવા બદલ જીલ્લા નેત્રમ શાખા(કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર) અને એ ડિવિઝન પોલીસ ટીમને અભિનંદન આપેલ હતા. આમ, જૂનાગઢ પોલીસ દ્વારા ધિરજલાલ દંપતીનું રૂા.૩૩,૫૦૦/- સહિત કિંમતી દાગીનાની ગુમ થયેલ થેલી ગણતરીની કલાકોમાં પરત અપાવી, સુરક્ષા સાથે સેવાનું ઉત્તરદાયિત્વ નિભાવી, પોલીસ પ્રજાનો મિત્ર છે, એ સૂત્રને ફરીવાર સાર્થક કરવામાં આવેલ છે.

error: Content is protected !!