જૂનાગઢ સમસ્ત બ્રહ્મ યુવા સંગઠનનાં નવરાત્રી મહોત્સવમાં ખેલૈયાઓએ રમઝટ બોલાવી

0

જૂનાગઢ સમસ્ત બ્રહ્મ યુવા સંગઠન દ્વારા ખલીલપુર રોડ સ્થિત કૈલાશ ફાર્મ ખાતે સંસ્થાપક જયદેવભાઈ જાેષી, કાર્તિક ઠાકર, પ્રમુખ વિશાલ જાેષી અને તેની ટીમ દ્વારા પરશુરામધામનાં નિર્માણ અર્થે નવરાત્રી મહોત્સવનું આયોજન કરાયું છે. જેમાં લાબડીયા ગૃપ ઓરકેસ્ટ્રા સાથે ખેલૈયા જમાવટ કરી રહયા છે. ગતરાત્રે પ્રથમ નોરતે માતાજીની આરતીમાં ધારાસભ્ય ભીખાભાઈ જાેષી, અમિતભાઈ પટેલ, પુનિતભાઈ શર્મા, વિજયભાઈ ચાવડા, રાજુભાઈ ભેડા, પરબતભાઈ નાઘેરા, વિનુભાઈ જાેષી, મહાદેવપ્રસાદ મહેતા, પીએસઆઈ જે.જે. ગઢવી, દિપકભાઈ બડવા વગેરે ઉપસ્થિત રહયા હતાં.

error: Content is protected !!