પ્રથમ નોરતાનાં પ્રારંભ સાથે જૂનાગઢ સહિત સૌરાષ્ટ્રભરમાં નવરાત્રિ મહોત્સવની ભાવભેર ઉજવણી

0

જે તહેવારની ઘણા દિવસોથી રાહ જાેવામાં આવતી હોય તેવું પર્વ એટલે નવરાત્રિનું પર્વ. આ પર્વ આમ જાેઈએ તો માતાજીની આરાધનાનું પર્વ છે. માતાજીનો ગરબો પધરાવી અને બાળાઓ રાસ રમે એ ભૂતકાળનાં દિવસોની યાદગીરી છે. પરંતુ સમયની સાથે તાલ મીલાવતા ડીજીટલ યુગમાં નવરાત્રિ દરમ્યાન રાસ-ગરબાનાં ભવ્યતી ભવ્ય કાર્યક્રમો યોજવામાં આવે છે. ગઈકાલે શકિતની આરાધનાનાં પર્વ એવા નવરાત્રિનો પ્રારંભ થયો છે ત્યારે પ્રથમ દિવસથી જ ખેલૈયાઓએ રાસ-ગરબાની રમઝટ બોલાવી છે. ગઈકાલે નવરાત્રિનાં પ્રારંભ સાથે જૂનાગઢ સહિત સોૈરાષ્ટ્રભરમાં સોસાયટી અને શેરીઓનાં ગરબી મંડળો દ્વારા નિર્ધારીત સમયે માતાજીની આરતી અને ત્યારબાદ રાસ-ગરબાનાં કાર્યક્રમો શરૂ થયા હતા. જયારે આધુનિક દાંડીયા રાસનાં કાર્યક્રમો પણ યોજાયા હતા. વિવિધ જ્ઞાતી-સમાજાે દ્વારા આરતી, પૂજન બાદ નવરાત્રિની ભાવભેર ઉજવણી શરૂ થઈ હતી અને ખેલૈયાઓ મન મુકીને રાસ-ગરબાની રમઝટ બોલાવી હતી. આજે નવરાત્રિનો બીજાે દિવસ છે અને વાતાવરણ પણ સ્વચ્છ બની ગયું છે. આજે વરસાદનું વિઘ્ન આવે તેવી શકયતા જાેવાતી નથી અને જેમ જેમ નવરાત્રિનાં દિવસો આગળ જતા જશે તેમ વધુને વધુ નવરાત્રિ મહોત્સવની ઉજવણીમાં રમઝટ બોલી ઉઠશે.

error: Content is protected !!