દેવભૂમિ દ્વારકા જિલ્લાના હર્ષદ(ગાંધવી) ગામે અતિ પ્રાચીન હરસિધ્ધિ માતાજીનું મંદિર આવેલું છે. યાત્રાધામ હર્ષદ સ્થિત હરસિદ્ધિ માતાના મંદિર ખાતે સોમવારે નવરાત્રીના પ્રથમ દિવસે મોટી સંખ્યામાં દર્શનાર્થીઓ ઉમટી પડ્યા હતા. હર્ષદ(ગાંધવી) ગામે આવેલા દરિયાકાંઠે કોયલા ડુંગર ઉપર બિરાજતા શ્રી હરસિધ્ધિ માતાજી રમણીય વાતાવરણ સાથે ઐતિહાસિક પ્રતિમા તેમજ સત ધરાવતા હોય, અહીં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શનાર્થે આવે છે. યાત્રાધામ હર્ષદ ખાતે આ મંદિરમાં નિયમિત રીતે થતી આરતીનો લાભ પણ મોટી સંખ્યામાં ભાવિકો લ્યે છે. સોમવારે નવરાત્રીના પ્રથમ દિવસે આ મંદિરમાં દર્શન માટે જુદા-જુદા વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં ભાવિકો ઉમટી પડ્યા હતા.