દ્વારકાનાં મોજપ વાડી વિસ્તારમાં કીડીખાઉં (ઁીહર્ખ્તઙ્મૈહ) નામનું જવલ્લે જ જાેવા મળતું પ્રાણીને રેસ્કયુ કરીને જંગલમાં મુકત કરાયું હતું. દ્વારકાનાં જંગલ વાડી વિસ્તારમાં સમયાંતરે કીડીખાઉં વિશિષ્ટ પ્રાણી દેખાઈ આવે છે. આ પ્રાણી લુપ્ત થતી પ્રજાતિમાનું એક છે. જે ગુજરાતનાં વિવિધ વિસ્તારોમાં સમયાંતરે જાેવા મળે છે. એક કુદરતી જંતુનાશક છે. પોતાની લીસી, ચીકણી, દોરી જેવી લાંબી જીભ વડે અસંખ્ય કીડીઓ, ઉધઈ અને તેના ઈંડાનો ખાતમો બોલાવી દે છે. તેના શરીર ઉપર હારબંધ ગોઠવાયેલું સખત ભીંગડા વાળું કવચ કેરોટીનનું બનેલું હોય છે. આ આળસુ પ્રાણી દિવસના મોટેભાગે ઊંઘે છે અને રાત્રે નીકળે છે. પોતાનું રક્ષણ કરવા પૂંછડીનો ઉપયોગ કરે છે. શંકુ આકારનું મોઢું તેને દર, બખોલ અને રાફડામાં શિકાર કરવા માટે મદદરૂપ થાય છે. ભયજનક પરિસ્થિતિમાં પોતાનું શરીર ગોળ ફીંડલા-દળા જેમ વાળી દે છે અને રક્ષણ કરે છે. માનવજાતને બિલકુલ નુકસાનકારક નથી. વાડી અને જંગલ વિસ્તારમાં વસવાટ કરતું આ પ્રાણી તેના પગના નિશાન અને પૂંછડીના ઘસડાવાના નિશાન ઉપરથી પોતાની હાજરીની સાબિતી આપે છે. ૮ થી ૧૦ વર્ષનું આયુષ્ય ધરાવતું કીડીખાઉ-શાળવો અને પીંજારૂ તરીકે પણ ઓળખાય છે. પૂંછડી સાથે એક મીટર જેટલી લંબાઈ ધરાવતું આ પ્રાણી શિયાળામાં પ્રજનન કરે છે અને પંચોતેર દિવસ જેટલો ગર્ભકાળ ધરાવે છે તેમજ બચ્ચાને સ્તનપાન કરાવે છે. કીડીખાઉં પોષણ કડીનો મહત્વનો જીવ છે. તેની ભીંગડા વાળી ચામડીને લીધે તેની તસ્કરી પણ થાય છે. આથી તે નામશેષ થવા જઈ રહ્યું છે. કીડીખાઉં ક્યાંય પણ જાેવા મળે ત્યારે કોઈપણ જાતની છેડછાડ કર્યા વગર તેને પોતાના કુદરતી વાતાવરણમાં રહેવા દેવું. હાલ આ પ્રાણી દ્વારકા પંથકના ગામડામાં અવારનવાર જાેવા મળે છે એનો મતલબ કે આ વિસ્તાર તેને અનુકૂળ છે અને આ વિસ્તારની આ પ્રાકૃતિક સંપદા છે.