ગીર સોમનાથ જિલ્લાના સસ્તા અનાજની દુકાન ચલાવતા દુકાનદારોના પ્રશ્નોનું સત્વરે નિરાકરણ નહીં આવે તો ગાંધી જયંતિના દિનથી જાહેર અનાજ વિતરણ વ્યવસ્થાથી અચોક્કસ મુદત માટે અળગા રહેશે

0

ગીર સોમનાથ જિલ્લામાં પંડિત દીન દયાળ ગ્રાહક ભંડારની સસ્તા અનાજની દુકાનો ચલાવતા પરવાનેદારો અઢી વર્ષથી તેઓને કનડગતા દસ જેટલા જુદા જુદા પ્રશ્નોનું નિરાકરણ લાવવા સ્થાનીકથી લઈને ઉચ્ચકક્ષા સુધી રજુઆતો કરી રહયા છે. તેમ છતાં કોઈ નિરાકરણ ન આવતા રોષે ભરાયેલા પરવાનેદારોએ ગઈકાલે જિલ્લા કલેકટર સહિતનાને આવેદનપત્ર આપી આગામી ૨ જી ઓક્ટોમ્બર ગાંધી જયંતિના દિવસથી જાહેર વિતરણ વ્યવસ્થામાં અનાજના જથ્થાની વિતરણ કામગીરીથી અચોક્કસ મુદત સુધી અળગા રહેવાની ચીમકી આપી છે. ગીર સોમનાથ જિલ્લામાં પંડિત દીન દયાળ ગ્રાહક ભંડારની સસ્તા અનાજની દુકાનોનો પરવાનો ધરાવતા દુકાનદારોએ તેઓના જિલ્લાના સંગઠનના પ્રમુખ મુકેશભાઈ રૂપારેલીયાની આગેવાનીમાં વેરાવળમાં મોટી સંખ્યામાં એકત્ર થઈ ‘હમારી માંગે પુરી કરો’ના સુત્રોચ્ચાર પોકારતા પોકારતા જિલ્લા કલેકટર અને મામલતદારને પોતાની દસ મુદાની પડતર માંગણીઓનું આવેદનપત્ર પાઠવેલ હતુ. જેમાં જણાવેલ કે, સસ્તા અનાજ દુકાનોના પરવાનેદારોના દસેક પ્રશ્નો અંગે તેઓની રાજયકક્ષાની બંને સંસ્થાઓને દ્વારા છેલ્લા અઢી વર્ષથી રજુઆતો કરવામાં આવી રહી છે.
તાજેતરમાં મુખ્યમંત્રીને પણ લેખીત રજુઆત આપી હતી. તેમ છતાં પ્રશ્નોનું કોઈ નિરાકરણ આવેલ ન હોવાથી પરવાનેદારોમાં રોષ પ્રવર્તેલ છે. આ પ્રશ્નોનું નિરાકરણ નહીં આવે તો ગાંધી જયંતિના દિવસથી જાહેર અનાજ વિતરણ વ્યવસ્થાથી અચોક્કસ મુદત માટે અળગા રહેવાના રાજ્યકક્ષાએથી અપાયેલ કાર્યક્રમમાં ગીર સોમનાથ જિલ્લાના સસ્તા અનાજની દુકાનના ૩૦૦ થી વધુ પરવાનેદારો જાેડાઈને કામગીરીથી દુર રહેશે. ત્યારે ખોરંભે ચડનાર અનાજ વિતરણ વ્યવસ્થા માટે દુકાનદારો જવાબદાર રહેશે નહીં તેવી ચીમકી આપી છે. સસ્તા અનાજના દુકાનદારોના પ્રશ્નો અંગે જિલ્લા પ્રમુખ મુકેશભાઈ રૂપારેલીયાએ જણાવેલ કે, જિલ્લાના ૩૦૦ થી વધુ પરવાનેદારોએ કોરોના જેવા કપરા સમયમાં પણ ગરીબોને અનાજ પહોંચાડવા માટેની જાહેર અનાજ વિતરણ વ્યવસ્થા અટકવા દીધી નથી. તેમ છતાં સરકાર દ્વારા અમારા પ્રશ્નોનું નિરાકરણ કરવામાં આવતું નથી. અમારા પ્રશ્નોમાં મીનીમમ વેતન સાથે ફિક્સ કમીશનની નીતી અમલમાં લાવી, તોલાટ અને ઓપરેટર માટે નક્કી કરેલ રકમ મંજુર કરવી, દુકાનના ભાડાની જાેગવાઈ કરવી, ઇનસેટિવની રકમમાં વધારો કરવો, એક ટકો ઘટ મંજુર કરવી, કોરોનાની જાહેર કરાયેલ સહાય સત્વરે ચુકવવી, દુકાનદારોની હૈયાતીમાં જ વારસાઈ કરવાનો નિયમ સરળ બનાવવો, દુકાનદારોને આપવામાં આવતા અનાજની સાયકલ ૪૫ દિવસની હોય જે ૩૦ ની કરવી, મધ્યાહન ભોજન અને આંગણવાડીનું બાકી કમીશન ચુકવવું, ઇન્વેન્ટરી એકાઉન્ટ બનાવવા અંગે કામગીરી કરવા સહિતના પડતર પ્રશ્નોની રજુઆત કરાઈ છે.

error: Content is protected !!