કેશોદમાં નવ મહિના પહેલા લોકાર્પણ થયેલ પેટા જીલ્લા સિવીલ હોસ્પિટલમાં સુવિધાઓનો અભાવ

0

કેશોદમાં સિવીલ હોસ્પિટલમાં કેશોદ તાલુકા ઉપરાંત આજુબાજુના ચારથી વધુ તાલુકાના દર્દીઓ સારવાર અર્થે કેશોદની સિવિલ હોસ્પિટલમાં આવતા હોય છે. દર્દીઓની સંખ્યા સામે હોસ્પિટલ બિલ્ડીંગ અને સ્ટાફ અપુરતો હોવાના કારણે વર્ષોથી અનેક વખત નવી હોસ્પિટલ બનાવવા અને સ્ટાફ વધારવા માંગણીઓ કરવામાં આવી હતી. સતત માંગણીઓ રજુઆતોને ધ્યાને લઈને ગુજરાત સરકાર દ્વારા કેશોદની જુની સિવિલ હોસ્પિટલમાં નવું બિલ્ડીંગ, સ્ટાફ વધારવા સહિત પેટા સિવીલ હોસ્પિટલ ૭૫ બેડની સુવિધા સાથે પેટા જિલ્લા સિવીલ હોસ્પિટલ મંજુર કરવામાં આવી હતી. હોસ્પિટલ મંજુર થયા બાદ હોસ્પિટલનું બાંધકામ શરૂ કરી દેવામાં આવેલ હતું. ત્યાર બાદ કેશોદના ધારાસભ્ય દેવાભાઈ માલમના હસ્તે ખાત મુહૂર્ત કરવામાં આવ્યું હતું. નવ નિર્માણ પેટા જીલ્લા સિવીલ હોસ્પિટલનું બિલ્ડીંગ તૈયાર થવાના સમય મર્યાદા પુર્ણ થયા બાદ પણ કામ પુરૂ થયેલ ન હતું. તેમજ અમુક કામો બાકી હોવા છતાં નવ નિર્માણ સિવીલ હોસ્પિટલનું કેશોદના ધારાસભ્ય પશુપાલન અને ગૌસંવર્ધન મંત્રી દેવાભાઈ માલમ, સાંસદ રમેશભાઈ ધડુક તથા આગેવાનોની ઉપસ્થિતિમાં લોકાર્પણ કરવામાં આવ્યું હતું. કેશોદમાં પેટા જિલ્લા સિવીલ હોસ્પિટલની મંજુરીથી લઈને ખાત મુહૂર્ત લોકાર્પણ સુધી વાદ વિવાદ જાેવા મળેલ હતો. હોસ્પિટલ શરૂ થયાનો એક મહીનો પણ પુરો થયો ન હતો ત્યાં સ્ટાફ ભરતી બાબતે ભ્રષ્ટાચાર થયો હોવાનો આક્ષેપ થયા હોવાનું લોક મુખે ચર્ચાનો વિષય બન્યો હતો. કેશોદની સિવિલ હોસ્પિટલમાં સુવિધાઓ વધારવા વર્ષોથી રજુઆતો કરવામાં આવતી જે રજુઆતો બાબતે આખરે સફળતા પણ મળી અને કેશોદની સિવિલ હોસ્પિટલને અંદાજે દશ કરોડના ખર્ચે નવ નિર્માણ કરી ૭૫ બેડની સુવિધા સાથેની પેટા જીલ્લા સિવીલ હોસ્પિટલને મંજુરી મળી જે નવ નિર્માણ પેટા જીલ્લા હોસ્પિટલનું કેશોદ ધારાસભ્ય રાજ્યકક્ષાના મંત્રી દેવાભાઈ માલમ, સાંસદ રમેશભાઈ ધડુક સહિતની ઉપસ્થિતમાં તા.૨૬-૧૨-૨૦૨૧ લોકાર્પણ કરવામાં આવ્યું હતું. ૭૫ બેડની પેટા જીલ્લા સિવીલ હોસ્પિટલમાં પ મેડિકલ ઓફિસર ફરજ બજાવી રહ્યા છે. ફીજીસ્યન જગ્યા ખાલી છે. હોસ્પિટલમાં મોટા ભાગની સુવિધા સાથેના અદ્યતન ટેકનોલોજી સાથેના સાધનો ઉપલબ્ધ છે છતાં પુરતો ઉપયોગ ન થતો હોય તેમજ દાખલ દર્દીઓને સારવાર પુર્ણ થયા સુધી દાખલ રાખવામાં આવતા નથી. દર્દીના સમય મુજબ ઘરે મોકલી આપી દરરોજ ચેકઅપ માટે બોલાવવામાં આવતા હોય તેવું પણ લોક મુખે ચર્ચાઈ રહ્યું છે. લેબોરેટરી માટેના અદ્યતન સાધનો ઉપલબ્ધ છે. જે ઈન્સ્ટ્રૂમેન્ટ દ્વારા થઈ શકતા તમામ ટેસ્ટ શરૂ કરવામાં આવે તેવી પણ લોક માંગ ઉઠવા પામી છે. તેમજ એમડી ફીજીસ્યન જગ્યા ભરવામાં આવે તો બીપી ડાયાબિટીસ હાર્ટ એટેક દર્દીઓ ગંભીર પ્રકારના તાવ જેવા દર્દીઓની સારવારની સુવિધાનો લાભ મળી શકે તેવું આયોજની જરૂર છે. કેશોદમાં પેટા જીલ્લા સિવીલ હોસ્પિટલનું નવ મહિના પહેલા લોકાર્પણ કરવામાં આવ્યા બાદ પણ પાર્કિંગ કમ્પાઉન્ડ દિવાલનું કામ પુર્ણ થયું નથી સાથે પાર્કિંગનું પણ આયોજન પુર્વક કામગીરી થતી ન હોય, દર્દીઓ માટે જુદા-જુદા વિભાગોમાં પીવાના પાણીની સાનુકૂળ વ્યવસ્થા કરવામાં આવે તેવી જરૂર છે. કેશોદની પેટા જીલ્લા સિવીલ હોસ્પિટલમાં ઝેરી દવા પીધેલ અને સર્પદંશના દર્દીઓની સંપુર્ણ સારવાર કરવાને બદલે મોટા ભાગના દર્દીઓને જૂનાગઢ સિવીલ હોસ્પિટલમાં રીફર કરવામાં આવે છે. હોસ્પિટલમાં આધુનિક ટેકનોલોજી સાથેના સાધનો હોય જાે પુરતો સ્ટાફ હોય તો દર્દીઓને જૂનાગઢ સિવીલ હોસ્પિટલમાં રીફર શા માટે કરવામાં આવે છે ? કેશોદમાં પેટા જીલ્લા સિવીલ હોસ્પિટલની સુવિધાનો લોકોને જે લાભ મળી રહ્યો છે ત્યારે લોકોએ પણ પાન, માવા, ગૂટખાનું સેવન કરી જ્યાં ત્યાં ન થુંકવું જાેઈએ જનતાએ જાગૃતતા દાખવી સ્વચ્છતાનું પાલન કરવું જાહેર જનતાની ફરજ છે.

error: Content is protected !!