વંથલી તાલુકા ફેરપ્રાઈઝ શોપ એસોસીએશન દ્વારા વિવિધ માંગણીઓને લઈ ૨જી ઓક્ટોબરથી હડતાળ ઉપર ઉતરવા મામલતદારને આવેદનપત્ર અપાયું

0

વંથલી મામલતદાર કચેરીએ વંથલી તાલુકાના ફેરપ્રાઈઝ શોપ એસોસિએશનના હોદેદારો દ્વારા મામલતદારને આવેદનપત્ર પાઠવી વિવિધ માંગણીઓ રજૂ કરાઈ હતી. આ મંગણીઓમાં મુખ્યત્વે પોષણક્ષમ, વિતરણઘટ મજરે મળવા, કોરોના કાળમાં અવસાન પામેલ વેપારીઓને તાત્કાલિક મૃત્યું સહાય જાહેર કરવા સ્ટેશનરી તેમજ ઇન્ટરનેટ ખર્ચ અલગથી મળવા અને સસ્તા અનાજની દુકાનના સંચાલકનું અવસાનના કિસ્સામાં તેના વારસદારોને રિપિટ કરવા અંગે અનેક મુદ્દાઓને લઈ માંગણીઓ રજૂ કરાઈ હતી, આ માંગણીઓના સમર્થનમાં આગામી ૨ ઓક્ટોબરના રોજ તાલુકા શહેરની તમામ સસ્તા અનાજની દુકાનો બંધ રાખવા ર્નિણય લેવાયો છે. સમગ્ર ગુજરાતમાં અનેક કર્મચારીઓ આંદોલન કરી રહ્યા છે ત્યારે સસ્તા અનાજની દુકાનદારો પણ આંદોલન ઉપર ઉતારવાની તૈયારી કરી રહ્યા હોય વિતરણ વ્યવસ્થા ખોરંભે પાડવાની શક્યતા જાેવાય રહી છે ત્યારે સરકાર સસ્તા અનાજની દુકાનના સંચાલકોની માંગણીઓ સ્વીકારશે કે કેમ તેના ઉપર મિટ મંડાઈ છે.

error: Content is protected !!