કોંગ્રેસ કે સાથ ચલો મા કે દ્વાર રથ યાત્રાનું જૂનાગઢમાં આગમન : ઠેર-ઠેર સ્વાગત કરાયું

0

ગુજરાત પ્રદેશ કોંગ્રેસનાં નેજા હેઠળ ચલો કોંગ્રેસ કે સાથ મા કે દ્વાર રથયાત્રાનું આજે પ્રદેશ અગ્રણી જગદીશભાઈ ઠાકોર, શકિતસિંહ ગોહીલ અને પદાધિકારીઓની ઉપસ્થિતિમાં રાજકોટ ખાતેથી શુભારંભ થયો હતો અને આ રથયાત્રાએ પ્રસ્થાન કર્યું હતું અને જયાં ઠેર-ઠેર તેમનું સ્વાગત કરવામાં આવેલ હતું. વિવિધ વિસ્તારો ઉપર ફરી આ રથયાત્રા જૂનાગઢ ખાતે આવી પહોંચી હતી જયાં જૂનાગઢ જીલ્લા કોંગ્રેસનાં પદાધિકારીઓ દ્વારા રથયાત્રાનાં આગમનને વધાવવામાં આવેલ હતું અને ઠેર-ઠેર જનસમર્થન મળ્યું હતું. ગુજરાત વિધાનસભાની આગામી ચૂંટણીને લઈને રાજકીય પક્ષો દ્વારા તડામાર તૈયારીઓ હાથ ધરવામાં આવી છે ત્યારે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ દ્વારા આયોજીત કોંગ્રેસ કે સાથ ચલો મા કે દ્વાર રથયાત્રાનું આજે જૂનાગઢમાં આગામન થયું હતું. જેમાં કોંગ્રેસનાં પ્રદેશ કક્ષાનાં કાર્યકતાઓ, વરિષ્ઠ નેતાઓ તેમજ જૂનાગઢ શહેર-જીલ્લા કોંગ્રેસનાં કાર્યકર્તાઓ, પદાધિકારીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ દ્વારા આયોજીત રથયાત્રા જે સીદસર ઉમીયા માતાજીનાં ધામ જવાની છે તેનો આજે ભારે ઉત્સાહમય વાતાવરણમાં રાજકોટથી પ્રારંભ થયો હતો. આ રથયાત્રા જૂનાગઢ આવી પહોંચી હતી જયાં ભવ્ય સ્વાગત કરાયું હતું ત્યારબાદ કોંગ્રેસ ભવન ગાંધીચોક ખાતેથી આ શરૂ થયેલી આ રથ યાત્રામાં કોંગ્રેસનાં કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં જાેડાયા હતા. શહેરનાં વિવિધ વિસ્તારોમાં આવેલા રાષ્ટ્રીય નેતા, વીરપુરૂષો અને મહાનુભાવોની પ્રતિમાને પુષ્પાજંલી અર્પણ કરવામાં આવી હતી અને વિવિધ વિસ્તારોમાંથી થઈ આ રથ યાત્રા ગાંઠીલા તરફ રવાના થઈ રહી છે જયાં ઉમીયા માતાજીનાં મંદિર ખાતે પ્રસાદનું આયોજન કરવામાં આવેલ છે. કોંગ્રેસ દ્વારા શરૂ થયેલી આ રથ યાત્રા વંથલી, માણાવદર થઈ અને સીદસર માતાજીનાં ધામ જવાની છે. આ કાર્યક્રમને સફળ બનાવવા આયોજકો દ્વારા જહેમત ઉઠાવવામાં આવી રહી છે.

error: Content is protected !!