જૂનાગઢ સૌરાષ્ટ્ર-કચ્છ સમસ્ત બ્રહ્મસમાજનાં રાસોત્સવમાં ખેલૈયાઓની રમઝટ

0

સૌરાષ્ટ્ર-કચ્છ સમસ્ત બ્રહ્મસમાજ જૂનાગઢ જીલ્લો અને મહાનગર દ્વારા બાલાજી ફાર્મ ચોબારી ફાટક પાસે બ્રહ્મ પરીવારો માટે તદન ફ્રીમાં આયોજન કર્યુ છે. જેમાં લોકગાયક મયુર દવે, આરતીબેન અને તેની ટીમ ઓરકેસ્ટ્રાની સંગાથે ખેલૈયાઓને ભારે ઘેલંુ લગાડયું છે. અને ખેલૈયાઓ રાસની રમઝટ બોલાવી રહયા છે. જૂનાગઢ સમસ્ત બ્રહ્મસમાજનાં જીલ્લાનાં પ્રમુખ કે.ડી. પંડયા, પ્રફુલભાઈ જાેષી, પુનિતભાઈ શર્માનાં માર્ગદર્શન હેઠળ શૈલેષભાઈ રવીયા, રૂપલબેન લખલાણી, શાસ્ત્રી નરેન્દ્રપ્રસાદ જાેષી વ્યવસ્થા સંભાળી રહયા છે. આ તકે અખિલ ભારત સાધુ સમાજનાં પ્રમુખ પૂ. મુકતાનંદબાપુ, ભાગવતાચાર્ય મહાદેવ પ્રસાદ મહેતા, ભજનીક નિરંજન પંડયા તેમજ પૂ. બાપુનું સન્માન કે.ડી. પંડયાએ સન્માન કરેલ હતું. તેમજ પ્રફુલભાઈ જાેષી, પુનિત શર્મા, મયુર દવે અને તેની ટીમ ગીતો રજુ કરી રહી છે. આ તકે ધારાસભ્ય ભીખાભાઈ જાેષી, છેલભાઈ જાેષી, હસુભાઈ જાેષી સહિતનાં ઉપસ્થિત રહયા હતાં.

error: Content is protected !!