ભાટિયામાં મતદાન જાગૃતિ અંગે માર્ગદર્શન અપાયું

0

લોકશાહીના મહાપર્વ વિધાનસભાની ચૂંટણીઓ આગામી સમયમાં યોજાનાર છે. ત્યારે કલ્યાણપુરની મામલતદાર કચેરી દ્વારા રાસોત્સવમાં મતદાન જાગૃતિ અંગે માહિતી આપવામાં આવી હતી. આગામી વિધાનસભાની ચૂંટણીઓને અનુલક્ષીને વહીવટીતંત્ર દ્વારા મતદાન જાગૃતિ માટે અનેક કાર્યક્રમો યોજવામાં છે. જેના અનુસંધાને દ્વારકા વિધાનસભા બેઠકના મતદાર વિભાગમાં નવરાત્રીના પર્વ પર ભાટિયા ગામે રાસોત્સવમાં કલ્યાણપુર મામલતદાર કચેરી દ્વારા સ્વીપ અંતર્ગત કામગીરી કરવામાં આવી હતી. જેમાં ઈવીએમ મશીનનું નિર્દેશન તેમજ તેના વિશે જાણકારી, વોટર હેલ્પલાઇન એપ અંગે માહિતી તથા એનવિસપી પોર્ટલ વિષે માહિતી આપી, મતદારોને પોતાના આધારકાર્ડને એપિકકાર્ડ સાથે લિંક કરી લેવા જરૂરી સૂચનાઓ આપવામાં આવી હતી. આ ઉપરાંત લોકશાહીના આ મહાપર્વમાં ઉત્સાહભેર વધુમાં વધુ મતદાન કરવા અપીલ પણ કરવામાં આવી હતી.

error: Content is protected !!