ખંભાળિયાના જલારામ ગ્રુપ દ્વારા રઘુવંશી રાસોત્સવ સંપન્ન

0

ખંભાળિયા શહેરના રઘુવંશી જ્ઞાતિના યુવાઓ કાર્યકરો દ્વારા ચાલતા જલારામ ગ્રુપના ઉપક્રમે તાજેતરમાં સંપન્ન થયેલા દાંડિયા ક્લાસીસ બાદ નવરાત્રી પર્વને આવકારવા વેલકમ નવરાત્રી ૨૦૨૨ના કાર્યક્રમનું સુંદર આયોજન અત્રે જલારામ ચોક ખાતે આવેલી લોહાણા મહાજન વાડીમાં કરવામાં આવ્યું હતું. આ આયોજનમાં ૧૩૦ જેટલા ખેલૈયાઓએ રાસ ગરબાની રમઝટ બોલાવી હતી. આ રાસ ગરબામાં બહારગામથી ખાસ આવેલા જજ દ્વારા પસંદગી પામેલા ખેલૈયાઓને શિલ્ડ તથા પારિતોષિક વડે સન્માનિત કરવામાં આવ્યા હતા. આ સુંદર આયોજનને સફળ બનાવવા બદલ ખેલૈયાઓ તથા જ્ઞાતિજનોનો આયોજકો દ્વારા આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.

error: Content is protected !!