સૌરાષ્ટ્ર યુનિવર્સિટી કર્મચારી કો-ઓપરેટિવ હાઉસિંગ સોસાયટી લિમિટેડની સ્થાપના ૧૯૭૨માં આર.ડી. આરદેશણાના નેતૃત્વ નીચે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના બિનશૈક્ષણિક કર્મચારીઓ દ્વારા થઈ હતી. સોસાયટીના પ્રમુખ પ્રોફેસર જયદીપસિંહ ડોડિયાની અધ્યક્ષતામાં મળેલી કારોબારીની બેઠકમાં આ હાઉસિંગ સોસાયટીની સ્થાપના કરવામાં જેમની ખૂબ જ મહત્ત્વની ભૂમિકા રહી છે, એવા સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પૂર્વ કુલસચિવ આર.ડી. આરદેશણાનું ગરિમાપૂર્ણ સન્માન કરવાનું સર્વાનુમત્તે ઠરાવવામાં આવ્યું હતું. તા.૨૬-૯-૨૦૨૨ને રવિવારના રોજ આર.ડી. આરદેશણાનો સન્માન સમારોહ ડી.પી. ત્રિવેદીના અધ્યક્ષ સ્થાને યોજાયો હતો. મહેમાંનોનું શાબ્દિક સ્વાગત તેમજ કાર્યક્રમની ભૂમિકા રજૂ કરતાં સોસાયટીના પ્રમુખ પ્રોફેસર જયદીપસિંહ ડોડિયાએ જણાવ્યું હતું કે, આજથી પચાસ વર્ષ પહેલા ૧૯૭૨માં આ હાઉસિંગ સોસાયટીની સ્થાપના કરી, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના અનેક ત્રીજા અને ચોથા વર્ગના કર્મચારીઓને માત્ર ચાર રૂપિયાના વારના ભાવે યુનિવર્સિટી રોડ જેવા પોશ વિસ્તારમાં જમીન ફાળવણીનું ભગીરથ કાર્ય કરનાર આ હાઉસિંગ સોસાયટીના ગૌરવવંતા સ્થાપક પ્રમુખ આર.ડી. આરદેશણાને જેટલા બિરદાવીએ અને સન્માનીએ એટલા ઓછા છે. એક ભાષાસાહિત્યના અધ્યાપક તરીકે તેમના આ પરોપકારી કાર્યને બિરદાવવા માટે મારી પાસે શબ્દો ખૂટે છે, એમ પ્રોફેસર જયદીપસિંહ ડોડિયાએ અંતમાં જણાવ્યું હતું. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પૂર્વ કુલસચિવ અને સ્થાપક પ્રમુખ આર.ડી. આરદેશણાના એક વખતના સંઘર્ષના સાથી, સોસાયટીના પ્રથમ ઉપપ્રમુખ એવા વી.એચ. જાેશીએ પોતાના પ્રાસંગિક ઉદ્દબોધનમાં જણાવ્યું હતું કે, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની સ્થાપના બાદ યુનિવર્સિટી કેમ્પસના મકાન બનવા લાગતા યુનિવર્સિટીની વહીવટી ઓફિસ જે શહેરમાં ચાલુ હતી, તેની કેમ્પસમાં શિફ્ટ થવાની હતી તે સ્થિતિમાં આર.ડી. આરદેશણાએ સાથી કર્મચારીઓને શહેરમાંથી ઓફિસે આવવા જવાનું સરળ બને એવા શુભ આશયથી યુનિવર્સિટી કેમ્પસ નજીક સહકારી હાઉસિંગ સોસાયટી બનાવવા મિત્રોને સૂચન કર્યું. આ જમીન ગ્રીનબેલ્ટમાં મૂકાતાં મુશ્કેલીઓ વધી તેને ગ્રીનબેલ્ટમાંથી મુક્તિ અપાવવા તત્કાલીન મંત્રીઓ મનોહરસિંહ જાડેજા તેમજ મનસુખભાઈ જાેશી વગેરેના સહકારથી ગ્રીનબેલ્ટમાંથી સોસાયટીને મુક્તિ અપાવી. નાના કર્મચારીઓ પાસે મકાનના બાંધકામના પૈસા ક્યાંથી હોય ? તે ધ્યાને લઇ ૪૦૦ વારના પ્લોટ પાડયા, જેથી મકાન બનાવવાના સંદર્ભે જરૂર પડ્યે અડધા પ્લોટ વેંચીને પણ મકાન આસાનીથી બનાવી શકાય. થોડા કર્મચારીઓ મકાનના બાંધકામ માટે તૈયાર થયા, પરંતુ મકાનના બાંધકામ માટે મૂડી ન હોવાને કારણે આર.ડી. આરદેશણાએ વલ્લભભાઈ પટેલ સાથેના પોતાના અંગત સંબંધોનો ઉપયોગ કર્યો અને આર.ડી.સી. બેંક, રાજકોટમાંથી જે-તે વખતે લોન મેળવી, મકાનોનું બાંધકામ શક્ય બનાવ્યું. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ત્રીજા અને ચોથા વર્ગના કર્મચારીઓ મકાન માલિક બને તેવી શુભ ભાવનાથી આ સંકલ્પને સફળતા પૂર્વક અમલમાં મૂક્યો. પરિણામે નિવૃત્તિ વખતે પણ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કર્મચારીઓ કિંમતી જમીનના પ્લોટના માલિક બની શક્યા. આ ભગીરથકાર્યનો સંપૂર્ણ શ્રેય આપણી સોસાયટીના સ્થાપક પ્રમુખ આર.ડી. આરદેશણાને ફાળે જાય છે કે જેમણે પુરૂષાર્થની પરાકાષ્ઠા સર્જી અને આ હાઉસિંગ સોસાયટીનું નિર્માણ અનેકવિધ પડકારો વચ્ચે પણ શક્ય બનાવ્યું. પ્રાસંગિક ઉદ્દબોધન કરતા સોસાયટીના પ્રથમ મંત્રી યુ.એન. પંડ્યાએ જણાવ્યું હતું કે, આપણી સોસાયટીની રચના, નોંધણીકાર્ય, જમીન સંપાદનનું કાર્ય તેમજ જમીનને ગ્રીનબેલ્ટમાંથી મુક્તિ અપાવવા બાબતે આર.ડી. આરદેશણાએ કોઈપણ પ્રકારનું ટી.એ.ડી.એ. સોસાયટી પાસેથી લીધું ન હતું. આર.ડી. આરદેશણાએ નિઃસ્વાર્થ ભાવે આ હાઉસિંગ સોસાયટીની રચના કરી, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના નાના કર્મચારીઓને ઘરનું ઘર બનાવવામાં સહાયભૂત થયા અને તત્કાલીન રાજ્ય સરકારના મંત્રીઓ મનોહરસિંહ જાડેજા, મનસુખભાઈ જાેશી તેમજ વલ્લભભાઈ પટેલ સાથેના પોતાના પારિવારિક સંબંધોને કારણે તેઓ ગુજરાત સરકારનો પણ પૂર્ણ સહયોગ મેળવવામાં સફળ રહ્યા. આર.ડી. આરદેશણાનું સૌરાષ્ટ્ર યુનિવર્સિટી કર્મચારી કો-ઓપરેટિવ સોસાયટીના વરિષ્ટ સભ્યો એવા પ્રોફેસર અનામિકભાઈ શાહ, પૂર્વ કુલસચિવ વી.એચ. જાેશી, પૂર્વ મદદનિશ કુલસચિવ યુ.એન. પંડયા, એન.એસ. ઉપાધ્યાય, પૂર્વ યુનિવર્સિટી એન્જિનિયર ડી.પી. ત્રિવેદી, પૂર્વ વિભાગીય અધિકારી હસમુખભાઈ સી. જાેશી, અમરસિંહ જાડેજા વગેરે દ્વારા શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું. તેમજ મહિલા કારોબારી સદસ્યો રાગિણીબેન દિનેશભાઈ ભૂવા તેમજ ડો. શિપ્રાબેન બાલુજા દ્વારા સ્મૃતિચિન્હ આપી સન્માન કરવામાં આવ્યું હતું. તેમજ સોસાયટી પ્રમુખ પ્રો. જયદીપસિંહ ડોડિયા, મંત્રી સાજીભાઈ મેથ્યુ, સહમંત્રી અજયસિંહ પરમાર, ઉદ્યોગપતિ શૈલેષભાઈ પટેલ, ઉદ્યોગપતિ ભરતભાઈ વાછાણી, બિલ્ડર યોગેશભાઈ ગરાળા, સી.એ. ભરતભાઈ વાજા, ડો. કેતન પંડયા, પી.એસ. પરસાણિયા વગેરે દ્વારા પુષ્પગુચ્છ આપી આર.ડી. આરદેસણાનું સન્માન કરવામાં આવ્યું હતું. સોસાયટીના વરિષ્ઠ સભ્યો એવા ડો. દર્શન ભટ્ટ, ડીવાયએસપી રોહિતસિંહ ડોડિયા, જે.એમ. પંડિત, રમેશભાઈ સભાયા, ચાર્ટડ એાઉન્ટન્ટ્ દિવ્યેશભાઈ કગથરા વગેરે દ્વારા આર.ડી. આરદેસણાનું પુસ્તક આપી સન્માન કરવામાં આવ્યું હતું. આ સન્માન સમારોહને સફળ બનાવવા માટે સોસાયટીના પ્રમુખ જયદીપસિંહ ડોડિયા, મંત્રી સાજીભાઈ મેથ્યુ, સહમંત્રી અજયસિંહ પરમાર, અગ્રણી નીલેશભાઈ માંડવીયા, પૂર્વ પ્રમુખ જે.પી. મહેતા તેમજ કારોબારીના તમામ સદસ્યોએ જહેમત ઉઠાવી હતી.