વિશ્વ હિન્દુ પરિષદ જૂનાગઢ દ્વારા ગરબીમાં શસ્ત્ર પૂજનનાં કાર્યક્રમો

0

વિશ્વ હિન્દુ પરિષદ જૂનાગઢ મહાનગર અંતર્ગત દુર્ગા વાહિની ટીમ દ્વારા જૂનાગઢની તમામ ગરબીમાં શસ્ત્ર પૂજન કરવાના છે એના આયોજનના ભાગ હેઠળ શ્રી સૌરાષ્ટ્ર-કચ્છ સમસ્ત બ્રહ્મ સમાજમાં છેલભાઈ જાેષી તેમજ તમામ આગેવાનોના સહાયથી કાર્યક્રમ કરેલ હતો. આગામી દિવસોમાં જૂનાગઢની તમામ પ્રાચીન ગરબી સહિત જગ્યાઓ ઉપર શસ્ત્ર પૂજનનું આયોજન કરવાનું છે. પ્રથમ દિવસે સવારે ૮ઃ૩૦ થી ૨ વાગ્યા સુધી જૂનાગઢની તમામ સેવા વસ્તી, શ્રમિક વિસ્તાર તેમજ દુર્ગા વાહિની કાર્યકર્તાઓની ઘરે શસ્ત્ર પૂજનના કાર્યક્રમો થયા હતા. દુર્ગા વાહિનીની શરૂઆત અષ્ઠમી એટલે કે આઠમના દિવસે થઈ હતી. જેથી ત્યાં સુધી ૫૧થી વધુ સ્થાન ઉપર શસ્ત્ર પૂજનના કાર્યકમો થશે. તેમજ આઠમના દિવસે જૂનાગઢમાં ચાલતા મોટા આયોજનમાં શસ્ત્ર પૂજનના કાર્યક્રમો રાખીશું. આ આયોજનમાં દુર્ગા વાહિનીના જૂનાગઢ મહાનગરના સંયોજીકા તેમજ પ્રાંત દુર્ગા વાહિની ટોળી સદસ્ય રીંકલબેન મહેતાના માર્ગદર્શન હેઠળ ચાલી રહ્યું છે. આ તકે ખૂબ મોટી સંખ્યામાં ૧૫ થી ૩૫ વર્ષની બહેનો દુર્ગા વાહિનીમાં જાેડાઈ રહી છે. રીંકલબેન મહેતા, મનીષાબેન ખોડભાયા, પીનલબેન દાણીધારીયા, તૃપ્તિબેન રૂપારેલીયા, તેજસ્વીનીબેન જાેશી, દ્રષ્ટિબેન જાેશી, સાક્ષીબેન, ધ્રુવીબેન રાઠોડ, ક્રીશાબેન મકવાણા સહિતના બહેનો રિંકલબેનની સાથે જાેડાઈ ગયા હતા.

error: Content is protected !!