જૂનાગઢમાં રાધા કૃષ્ણનગર સોસાયટીમાં આદ્યશક્તિના પર્વની ભાવભર થઈ રહી છે ઉજવણી

0

સમગ્ર સૌરાષ્ટ્રમાં જ્યારે આદ્યશક્તિ જગતજનની માં જગદંબાના નવલા નોરતાની ભાવભેર ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે જૂનાગઢના મોતીબાગ વિસ્તાર નજીક આવેલ રાધાકૃષ્ણનગર ગરબી મંડળ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ આદ્યશક્તિની આરાધનાના આ પર્વની ભાવભેર ઉજવણી કરવામાં આવી રહી છે. છેલ્લા ૩૦ વર્ષથી રાધાકૃષ્ણ નગર અને બેંકર્સ કોલોની યુવક મંડળ તથા રાધાકૃષ્ણ નગર ગરબી મંડળ દ્વારા પ્રાચીન પરંપરા મુજબ આ નવરાત્રી મહોત્સવનું આયોજન કરવામાં આવે છે. જેમાં નાની-નાની બાળાઓથી લઈ આબાલ વૃદ્ધ સૌ સોસાયટીના સભ્યો ખૂબ જ ભાવપૂર્વક આદ્યશક્તિના આપ પર્વને ઉજવે છે. ત્યારે આ વર્ષે પણ થઈ રહેલ આ ઉત્સવની ઉજવણી અંતર્ગત દશેરાના દિવસે સવારે યજ્ઞનું આયોજન જ્યારે રાત્રે બાળાઓને ઇનામ વિતરણ સાથે સોસાયટીમાં રહેતા સભ્યોના ધો.૧૦ અને ધો.૧રમાં ૮૦ ટકા કે તેથી વધુ ગુણ પ્રાપ્ત કરનાર તેજસ્વી તારલાઓનું તેમજ સમાજમાં વિશિષ્ટ સેવા પ્રદાન કરનાર સભ્યોનું પણ સન્માન કરવામાં આવનાર છે. ત્યારે આ નવરાત્રી મહોત્સવને સફળ બનાવવા માટે સોસાયટીના સહું સભ્યો દ્વારા ભારે ઉઠાવવામાં આવી રહી છે. ત્યારે શક્તિની આરાધનાના પર્વમાં સૌ કોઈ ભાવિકજનોને પધારવા સોસાયટીના સભ્યો દ્વારા હાર્દિક નિમંત્રણ પાઠવવામાં આવેલ છે.

error: Content is protected !!