જૂનાગઢમાં બાલિકાઓનું માતૃસ્વરૂપે આરતી પૂજન

0

શ્રી મારુ કંસારા યુવા પ્રગતિ મંડળ, જૂનાગઢ ગ્રુપ દ્વારા નવરાત્રીની પૂર્વ સંધ્યાએ “સ્વાગતમ્‌ નવરાત્રી” કાર્યક્રમનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં શરૂઆતમાં માતૃસ્વરૂપા નાની ઉંમરની ૧૧ બાળાઓને ત્રિશૂલ-મુગટથી શણગારી, “માં” જગદંબાની સાથે એમની પણ આરતી કરવામાં આવી હતી. બાલિકાઓનું પૂજન કરવાનો આ નવતર અભિગમ/પ્રયોગ ગુજરાતભરમાં કદાચ સર્વ પ્રથમ વખત કરવામાં આવ્યો હતો. ધૂપ-દીપ સાથે આ નાની બાળાઓને આરાધી, સંસ્થા અને જ્ઞાતિજનો દ્વારા ઉપયોગી ભેટો આપવામાં આવી હતી. માતાજી સ્વરૂપ આ બાળાઓ સાથે બહેનોએ “રૂડે ગરબે રમે છે દેવી અંબિકા રે લોલ..” ગરબા ઉપર રાસ લીધેલ હતો. પ્રસન્ન થયેલી આ માતાજીઓએ સૌને મંગલ આશીર્વાદ આપ્યા હતા. રાસ ગરબા, સમૂહ ભોજન અને અત્યંત આનંદ સાથે આ દિવ્ય ભવ્ય રમ્ય અવસર ઉજવાયો
હતો.

error: Content is protected !!