Tuesday, March 21

જામકંડોરણા રાજપુત સમાજ દ્વારા આયોજીત સંગઠન અખંડ જયોત સંપર્ક રથયાત્રાનું સ્વાગત કરાયું

0

જામકંડોરણા તાલુકાના પીપરડી ગામે જામકંડોરણા રાજપુત(ક્ષત્રિય) સમાજ દ્વારા આયોજીત સંગઠન અખંડ જયોત સંપર્ક યાત્રા રથનું ભવ્ય સ્વાગત કરાયું હતું. શ્રી જામકંડોરણા ક્ષત્રિય સમાજ દ્વારા સમાજ ભવન નિર્માણ અર્થે અને તાલુકામાં સંગઠન મજબૂત બનાવવા ક્ષત્રિય સમાજના ૨૨ ગામમાં ઘરે-ઘરે જ્યોત પ્રગટાવવામાં આવે છે. જે અંતર્ગત જામકંડોરણા તાલુકાના પીપરડી ગામે સંગઠન યાત્રા પહોંચતા પીપરડીના ગ્રામજનો દ્વારા યાત્રા રથનું ભવ્ય સ્વાગત, સન્માન કરવામાં આવ્યું હતું અને પીપરડી રાજપૂત સમાજ સભા યોજવામાં આવી હતી.

error: Content is protected !!