જૂનાગઢ સમસ્ત બ્રહ્મ યુવા સંગઠનનાં નવરાત્રી મહોત્સવમાં પૂ. મુકતાનંદબાપુએ આર્શિવચન આપ્યા

0

જૂનાગઢ સમસ્ત બ્રહ્મ યુવા સંગઠન દ્વારા ભગવાન પરશુરામધામનાં નિર્માણ અર્થે જાેષીપરાનાં ખલીલપુર રોડ સ્થિત કૈલાશ ફાર્મ ખાતે નવરાત્રી મહોત્સવનું આયોજન કરાયું છે. જેમાં સંસ્થાપક જયદેવભાઈ જાેષી, કાર્તિક ઠાકર, વિશાલ જાેષી, મહેશભાઈ શુકલ, લલીતભાઈ જાેષી, પી.સી. ભટ્ટ, પરાગ પંડયા, કમલેશ ભરાડ અને સમગ્ર ટીમ ખંભેખંભા મિલાવી આ કાર્યક્રમને સફળ બનાવી રહી છે. આ નવરાત્રી મહોત્સવમાં ઓસ્ટીન એન્જીનીયરીંગ કંપનીનાં થાનકી પરીવાર તેમજ ધારાસભ્ય ભીખાભાઈ જાેષી, કાઠી સમાજનાં અગ્રણી અજીતસિંહ વાંક, નિખીલભાઈ તેરૈયા, આશિષ ઉપાધ્યાય, મનીષભાઈ ત્રિવેદી, આસી. કમિશ્નર જયેશભાઈ વાજા, પ્રફુલભાઈ કનેરીયા, મનોજભાઈ જાેબનપુત્રા, પ્રો. ભરત જાેષી, પારસ જાેષી સહીતનાં ઉપસ્થિત રહયા હતાં. ભાવનાબેન લાબડીયા, બ્રિજરાજ લાબડીયા, સંગીતા લાબડીયાએ ખેલૈયાઓને ભારે ઘેલુ લગાડેલ આ તકે અખિલ ભારત સાધુ સમાજનાં પ્રમુખ પૂ. મુકતાનંદબાપુ ખાસ ઉપસ્થિત રહી આર્શિવચન આપતા જણાવ્યું હતું કે સમસ્ત બ્રહ્મ યુવા સંગઠનનાં યુવાનોનાં માધ્યમથી આ નવરાત્રી પર્વ ઉજવાઈ રહયું છે. નવરાત્રી પર્વ એટલે પવિત્ર પર્વ માં શકિતની આરાધના. ભારતનાં ઋષિ હંમેશા શકિતીની પૂજા કરતા આવ્યા છે.
નવરાત્રી એટલે માંને નવગણી નવાજી છે તેમ ઋષિ કહે છે. ત્રણ વખતની નવરાત્રી આવે એટલે ર૭ ધણી ગણાય. યુવાનોનમાં માધ્યમથી આજે સૌ સંગઠીત થયા છે અને આ સંગઠન ધર્મ અને સમાજનો વિકાસ થાય એ ખાસ ધ્યાન રાખવાની ભાવના કેળવવા જણાવેલ. રાજીકય દ્વારે પણ સંગઠીત થશો તો તમારી વાત બધે સાંભળવામાં આવશે. ભાઈ-ભાંડુઓને ઉપયોગી થજાે. પૂ. ગોપાલાનંદબાપુ અને વિશ્વાસુ બાપુની ઈચ્છા હતી કે ૮૪ તડગોળના ભુદેવો એકત્રીત થાય. આજે અંતરીક્ષમાં આર્શિવાદ આપી રહયા છે. અને પરશુરામધામનું ભૂમિ પૂજન દશેરાનાં દિવસે કરવામાં આવનાર છે ત્યારે સૌએ ઉપસ્થિત રહેવા જણાવ્યું હતું. અને યુવાનો નિર્વ્યસની બની અને બ્રાહ્મણોએ હંમેશા સમાજને પ્રેરણા આપવાનું કામ કર્યુ છે. તમારૂ વાકય બ્રહ્મ વાકય સૌ સંગઠીન થઈ રહો અને તન, મન, ધનથી હું સમાજ સાથે છું.

error: Content is protected !!