જૂનાગઢ શહેરમાં ગિરનાર દરવાજા વિસ્તારમાં ગઈકાલે એક બનેલા બનાવમાં મારામારીનો બનાવ પોલીસ દફતરે નોંધાયો છે. આ બનાવ અંગે પોલીસે આપેલી વિગત અનુસાર, મિતભાઈ જગદિશભાઈ ઉર્ફે ગીરીશભાઈ સૌંદરવા(ઉ.વ.ર૪) રહે.બાલાજી એપાર્ટમેન્ટ, બ્લોક નં-એ/૬, આલ્ફા સ્કૂલ-૧ની બાજુમાં, લક્ષ્મીનગર-ર વાળાએ સાહીલ કાળુભાઈ સીડા, સાહીલનાં માતા તેમજ અફઝલ કાળુભાઈ સીડા રહે.ગલીયાવાડ વાળા વિરૂધ્ધ પોલીસમાં એવા મતલબની ફરિયાદ નોંધાવી છે કે, આ કામનાં આરોપી નં-૧ના ભાઈએ અફઝલએ આજથી પાંચેક મહિના પહેલા આ કામનાં ફરિયાદી ઉપર અપહરણ અંગેની ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરેલ જે બાદ આરોપી નં-૧નાં ભાભીએ ફરિયાદી ઉપર સી ડીવીઝન પોલીસ સ્ટેશનમાં બળત્કારની ફરિયાદ દાખલ કરેલ હોય જે બંને કેસમાં સમાધાન કરવા ફરિયાદી પાસે આરોપીઓ બળજબરીથી પૈસા માંગતા હોય જે પૈસા આપવાની ફરિયાદીએ ના પાડેલ હોય જે વાતનું મનઃદુખ રાખી આ કામનાં આરોપી નં-૧નાએ ફરિયાદીએ સમાધાનનાં બહાના હેઠળ બોલાવી આ કામનાં આરોપી-૧ તથા રનાએ ફરિયાદી અનુસુચિત જાતીનાં હોવાનું જાણવા જતા ફરિયાદીને ગાળો કાઢી જાનથી મારી નાખવાની ધમકી આપી અને ફરિયાદીને રોયલ ઈન્ડફીલ્ડ બુલેટ મોટરસાઈકલ નંબર જીજે-૧૧-સીજે-૩૩૯પ રૂા.૧.૮૦ લાખનું સળગાવી નુકશાન કર્યાની ફરિયાદ પોલીસમાં નોંધાવતા એ ડીવીઝન પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
વિસાવદર તાલુકાનાં જેતલવડ ગામે ગળાફાંસો ખાતા મૃત્યું
વિસાવદર તાલુકાનાં જેતલવડ ગામનાં રાધિકાબેન સંજયભાઈ જખવાડીયા કોળી(ઉ.વ.ર૬)એ પોતાનાં માતા-પિતાનાં ઘરે જવા જીદ કરતા તેમને માતા-પિતાનાં ઘરે લઈ જતા મોડું જતા તેમજ લાગી આવતા પોતાની જાતે પોતાનાં ઘરમાં પંખા સાથે દુપટો બાંધી ગળાફાંસો ખાઈ લઈ જીવનનો અંત આણેલ છે. આ બનાવ અંગે વિસાવદર પોલીસ વધુ તપાસ ચલાવી રહી છે.