વિશ્વાસ પ્રોજેક્ટ અંતર્ગત ઇન્સ્ટોલ કરેલ સીસીટીવી કેમેરા દ્વારા ઓટો રીક્ષામાં રોકડ રકમ તથા નવા કપડા સહિતના સામાનનો રૂા.૧૦,૦૦૦ની કિંમતનો ભૂલી ગયેલ થેલો નેત્રમ શાખા જૂનાગઢ દ્વારા શોધી કાઢેલ હતો. અરજદાર જીગ્નેશભાઇ રતીલાલભાઇ ધોકીયાના સંબંધી ધારાબેન રવીભાઇ દેવળીયા જૂનાગઢના કાળવા ચોક વિસ્તારમાંથી ખલીલપુર રોડ જવા રીક્ષામાં બેઠેલ હતા, ખલીલપુર રોડ ઉપર ઊતરી ગયા બાદ તેમને માલૂમ થયેલ કે તેમની સાથે રાખેલ થેલો કે જેમાં ૨,૧૦૦/- રોકડ રૂપિયા તથા તેમણે માંગનાથ રોડ ઉપરથી નવા ખરીદ કરેલ કપડા, નવરાત્રીમાં પહેરવાના ઓર્નામેન્ટસ, કટલેરીની વસ્તુ વિગેરે જેવી કુલ રૂા.૧૦,૦૦૦/-ની કિંમતના માલસામાનનો થેલો હતો, જે થેલો ભવિષ્યમાં મળવો મુશ્કેલ હોય, તે અને તેમના સંબંધીઓ વ્યથિત થઈ ગયેલ હતા. જીગ્નેશભાઇ દ્વારા આ બાબતની જાણ બી ડીવીઝન પો.સ્ટે.ના પી.આઇ. એન.એ.શાહને કરતા પી.આઇ. એન.એ.શાહ દ્વારા નેત્રમ શાખા(કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર)ના પી.એસ.આઇ. પી.એચ.મશરૂને આ બાબતની જાણ કરતા નેત્રમ શાખા અને બી ડિવિઝન પોલીસ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવેલ હતી.