માંગનાથ બજારમાં ધોરાજીથી ખરીદી કરવા આવેલ મહિલાઓનો કિંમતી સામાન ગુમ થઈ જતા એ ડિવિઝન પોલીસને જાણ થતા પીઆઈ એમ.એમ. વાઢેરની સૂચનાથી એએસઆઈ સરતાજભાઈ સુમરા, પોલીસ કોન્સ્ટેબલ રામભાઈ ચાવડા, કલ્પેશભાઈ ચાવડા, ખીમાણંદભાઈ અને વિક્રમભાઈ દ્વારા સીસીટીવી કેમેરા તપાસ કરતા અન્ય મહિલા માલ સમાન લઈને જતી હોવાનું સામે આવતા માલ સામાન લઈને જતી મહિલાની શોધ ખોળ કરી ગુમ થયેલ સામાન ધોરાજીની આ મહિલાઓને એ ડિવિઝન પોલીસે પરત કર્યો હતો. ૨૨,૦૦૦ની કિંમતનો આ માલસામાન પરત કરતા પોલીસ પ્રજાનો મિત્રએ સૂત્ર સાર્થક થયું છે.