જૂનાગઢ સત્યમ સેવા યુવક મંડળ દ્વારા ૨૦૦૦ બાળાઓને ભોજન કરાવાયું

0

જૂનાગઢમાં તા.૨-૧૦-૨૦૨૨ના રોજ ગરવા ગીરનારની ગોદમાં ભાતીગળ ગરબીઓમાં રમતી નાની-નાની માતાજી સ્વરૂપની બાળાઓને આમંત્રીત કરી સત્યમ સેવા યુવક મંડળ દ્વારા બાળાઓને ભોજન કરાવ્યું હતું અને સાથે-સાથે બાળાઓને કટલેરી કીટ રૂમાલ, ચાંદલા, નેલપોલીસ, વેફર, ચવાણું વિગેરે ૧૮ જેટલી લ્હાણી આપવામાં આવેલ હતી. આ સાથે વાલ્મીકી સમાજની ૪૦૦ બાળાઓએ આ અવસરનો લાભ લીધેલો હતો. આ સેવા યજ્ઞમાં ધારાસભ્ય ભીખાભાઈ જાેષી, મેયર ગીતાબેન પરમાર, ગીરીશભાઈ કોટેચા, પ્રદીપભાઈ ખીમાણી, જય ભાવની જ્વેલર્સ, પી.બી. ઉનડકટ, ડો. સંજયભાઈ કૂબાવત, મુકુંદભાઈ પુરોહિત, ડો. પાર્થભાઈ ગણાત્રા, વજુભાઈ ધકાણ, મનીષભાઈ લોઢીયા, વિજ્યાબેન લોઢીયા, દામજીભાઈ પરમાર, રાજેશભાઈ લાલચેતા, જીતુભાઈ જાેષી, વજસીભાઈ સોલંકી, દેવેન્દ્રભાઈ પાણખણીય, હરસુખભાઈ અખેણીય, ચેતનાબેન મિશ્રાણી, અનિતાબેન બથીયા, પરાગભાઈ કોઠારી, કનકભાઈ ગગલાણી, અશોકભાઈ મગનાણી તથા સત્યમ સેવા યુવક મંડળના પ્રમુખ મનસુખભાઈ વાજા તેમજ સંસ્થાના કાર્યકર્તાઓ દ્વારા જુદી-જુદી પ્રાંચીન ગરબીઓની મુલાકાત લઈ, ૨૦૦૦ બાળાઓને રૂમાલ, ચાંદલા, બિસ્કીટ, ચોકલેટ વગેરેની લ્હાણી આપેલ હતી. આ સેવા પક્ષને સફર બનાવવા માટે સંસ્થાના પ્રમુખ મનસુખભાઈ વાજા, બટુક બાપુ, દેવીદાસભાઈ નેલસાણી, અલ્પેશભાઈ પરમાર, શાંતાબેન બેસ, કે.એસ. પરમાર, કમલેશભાઈ પંડ્યા, કે.કે. ગોસાઈ, મનહરસિંહ ઝાલા, પ્રવીણભાઈ જાેષી, નરેદ્રભાઈ ઘુચલા વિગેરે જહેમત ઉઠાવેલ હતી.

error: Content is protected !!