જૂનાગઢમાં સ્કેટીંગ વ્હીલ ઉપર માં જગદંબાનાં ગરબા લેતા ખેલૈયાઓને જાેઈ દર્શકો અચંબિત

0

જૂનાગઢમાં સ્કેટીંગ વ્હીલ ઉપર માં જગદંબાના ગરબા જાેઈને ભક્તોને અચંબિત થઈ ગયા હતા. સાંસ્કૃતિક ઇતિહાસમાં નવું સોપાન સ્કેટીંગ વ્હીલ ગરબોનું આયોજન કરવામાં આવ્યું હતું. જૂનાગઢ શહેરના ઇતિહાસમાં પ્રથમ વખત સ્કેટીંગ વ્હીલ ઉપર માં જગદંબાના ગરબાનું આયોજન થયું છે. અઢી વર્ષથી લઈને ૧૪ વર્ષ સુધીની આયુ ધરાવતા ખેલૈયાઓએ પગમાં સ્કેટિંગ વ્હીલ પહેરીને માં જગદંબાના ગરબા કરીને ઉપસ્થિત સૌ માઈ ભક્તોને અચંબિત કરી દીધા હતા. આ પ્રકારની સ્કેટિંગ વ્હીલ ઉપર ગરબા કરવાનો જૂનાગઢનો પહેલો અને ઐતિહાસિક બનાવ હતો. જેને જૂનાગઢ વાસીઓએ નજર સમક્ષ નિહાળીને નાના બાળકોની આ અદભુત કલાને નિહાળી હતી. સાંસ્કૃતિક ઇતિહાસમાં નવું સોપાન સ્કેટીંગ વ્હીલ ગરબો અદભુત અને અકલ્પનીય ગરબા કર્યા રજૂ નવરાત્રીના સાતમાં નોરતે અસલ રંગમાં જાેવા મળી રહ્યા છે. રંગબેરંગી ચણીયા ચોળી અને ટ્રેડિશનલ પરિધાનમાં સજ્જ થયેલા બાળકો પાછલા છ દિવસથી જગત જનની માં જગદંબાના ગરબા કરી રહ્યા હતા, પરંતુ સાતમે નોરતે ગરબામાં વિશેષ દિવસ હતો અને જૂનાગઢ માટે ખાસ એટલા માટે કહી શકાય કે અઢી વર્ષથી લઈને ૧૪ વર્ષ સુધીની આયુ ધરાવતા ૨૦ જેટલા બાળકોએ આજે પગમાં ઝાંઝરની જગ્યા ઉપર સ્કેટિંગ વ્હીલ પહેરીને જગત જનની માં જગદંબાના ચાચર ચોકમાં ગરબે ઘૂમ્યા હતા. ખેલૈયાઓની તૈયારી બાળકો દ્વારા સ્કેટિંગ વ્હીલ પહેરીને કરવામાં આવેલો ગરબો ઉપસ્થિત સૌ માઈ ભક્તોને અભિભૂત કરી દીધા હતા. સામાન્ય રીતે ગરબા કરતા પૂર્વે પ્રત્યેક ખેલૈયાએ ખૂબ તૈયારી કરવી પડતી હોય છે, પરંતુ પગમાં સ્કેટિંગ વ્હીલ પહેરીને ગરબો કરવા માટે માત્ર તાલીમ જ નહીં. પરંતુ ખાસ અને વિશેષ પ્રકારે સાવધાની સાથેની મહારત બાદ આ ગરબો શક્ય બન્યો હતો. પાછલા એક મહિનાથી થઈ રહી હતી. તાલીમમાં પગમાં ઝાંઝરની જગ્યા ઉપર સ્કેટિંગ વ્હીલ પહેરીને ગરબો કરતા ૨૦ જેટલા બાળકોએ એક મહિનાથી સ્કેટિંગ પહેરીને ગરબો કરવાની તાલીમ લીધી હતી. પાછલા એક અઠવાડિયાથી દરરોજ સવાર અને સાંજ બબ્બે કલાક મહાવરો કર્યા બાદ પ્રથમ વખત સ્કેટિંગ ઉપર ગરબાને સફળતા મળી હતી. જેને ઉપસ્થિત સૌ માઈ ભક્તોએ વધાવી હતી. સાંસ્કૃતિક ઇતિહાસમાં નવું સોપાન ગરબામાં ભાગ લેનાર બાળકો પાછલા ઘણા સમયથી સ્કેટિંગની વિવિધ સ્પર્ધાઓમાં ભાગ લઈ રહ્યા છે. જેમાં સ્કેટિંગ ડાન્સ અને રાષ્ટ્રીય સ્કેટિંગ સ્પર્ધામાં પણ ભાગ લઈને વિજેતા બન્યા છે, પરંતુ સ્પર્ધા અને ગરબામાં ખૂબ અંતર છે. સ્કેટિંગ વ્હીલ પહેરીને કરવો પડતો ગરબો સ્કેટિંગ સ્પર્ધા કરતા વધારે મુશ્કેલ છે. તેમ છતાં આ નાના નાના બાળકોએ પગમાં સ્કેટિંગ પહેરીને માં જગદંબાની આરાધના કરીને જૂનાગઢના સાંસ્કૃતિક ઇતિહાસમાં નવું સોપાન ઉમેર્યું છે.

error: Content is protected !!