જૂનાગઢમાં વાહન લઈ જઈ ફરી ન આપવા અંગે પાંચ સામે વિશ્વાસઘાતની ફરિયાદ નોંધાઈ

0

જૂનાગઢ શહેરમાં બનેલા એક બનાવમાં વાહન લઈ જઈ અને પછી ગીરવી મુકી અને તેમાં મળેલા રૂપિયા અંદરો-અંદર ભાગ પાડી અને વિશ્વાઘાત કરવા અંગે પાંચ સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે. આ બનાવ અંગે પોલીસે આપેલી વિગત અનુસાર, રાજભાઈ હરેશભાઈ(ઉ.વ.રર) રહે.ગીરીરાજ રોડ, સાંઈબાબા સોસાયટી વાળાએ ભાવિનભાઈ મનસુખભાઈ પરમાર રહે.માળિયા હાટીના, પાર્થભાઈ નરસિંહભાઈ વાળા, પ્રતિકભાઈ નરસિંહભાઈ વાળા રહે.માળિયા હાટીના, સાગરભાઈ લોઢીયા રહે.જૂનાગઢ, રામભાઈ રહે.વેરાવળ વાળા વિરૂધ્ધ એવા મતલબની ફરિયાદ નોંધાવી છે કે, આ કામનાં આરોપીઓએ ફરિયાદીની ફોરવ્હીલ સીફટ કાર નંબર જીજે-ર૭-એએ-૪૮૪૧ આરોપી નં-૩એ ભાડે આપવા લઈ જઈ અને આ ફોરવ્હીલ આરોપી નં-રનાં કહેવાથી આરોપી નં-૧ પાસેથી ચાવી આપી અને આ ફોરવ્હીલ ભાડેથી આપી આરોપી નં-૧, ર, ૩એ મિલાપપણું કરી અને ફોરવ્હીલને આ કામનાં આરોપી નં-૪ને ત્યાં ગીરવી મુકી રૂા.૭૦ હજાર મેળવી અને અંદરો-અંદર ભાગ પાડી તેમજ ફોરવ્હીલ ઓરોપી નં-૪નાએ આરોપી નં-પને સોંપી એકબીજાને મદદગારી કરી અને ફરિયાદીનાં અતુટ વિશ્વાસનો વિશ્વાસઘાત કર્યો હોવાની ફરિયાદ પોલીસ દફતરે નોંધાતા પોલીસે આરોપીઓ વિરૂધ્ધ ગુનો નોંધી વધુ તપાસ બી ડીવીઝન પોલીસ ચલાવી રહી છે.

જૂનાગઢ તાલુકાનાં ખડીયા ગામે લાકડી વડે હુમલો
જૂનાગઢ તાલુકાનાં ખડીયા ગામે સરકારી વસાહતમાં રહેતા અને આઉટસોર્સીંગથી નોકરી કરતા સાગર ચંદુભાઈ પટેલ(ઉ.વ.ર૬)ને સુનિલ કેશુભાઈ મોરવાડીયાએ કહેલ કે, તું મારી સાહેબને શું ખટપટ કરે છે ? તેમ કહી લાકડી વડે હુમલો કરેલ તેમજ શરીરનાં ભાગો ઉપર ઉજરડા અને બટકુ ભરી ઈજા કર્યાની ફરિયાદ પોલીસમાં નોંધાવતા તાલુકા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

મેંદરડા તાલુકાનાં અંબાડા ગામે ચુલો સળગાવતા દાઝી જતા મૃત્યું
મેંદરડા તાલુકાનાં અંબાડા ગામે ગત તા.ર-૧૦-ર૦રર કલાક ૧૩ઃ૩પનાં અરસામાં બનેલા એક બનાવામાં જયોત્સનાબેન યોગેશભાઈ ત્રાપસીયા(ઉ.વ.૪પ)એ વહેલી સવારમાં રસોઈ બનાવવા માટે ઘરે ચુલામાં કેરોસીન છાંટી ચુલો સળગાવતા હતા તે વખતે એકદમ આગ લાગતા કપડામાં આગ લાગી હતી અને તેઓ દાઝી ગયા હતા. જેને સારવાર માટે ખસેડવામાં આવેલ અને સારવાર દરમ્યાન તેનું મૃત્યું થયું છે. મેંદરડા પોલીસે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

માણાવદર : ખારા ડેમમાં અકસ્માતે પાણીમાં ડુબી જતા મૃત્યું
શીલનાં ઝરિયાવાડા ગામનાં પ્રકાશભાઈ પોપટભાઈ પરમાર(ઉ.વ.રપ) દળવા તથા રફાળા ગામની વચ્ચે આવેલ ખારા ડેમમાં નાહવા જતા અકસ્માતે પાણીમાં ડુબી જવાથી તેનું મૃત્યું થયું છે. બાંટવા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

error: Content is protected !!