વિસાવદરની બેઠક ઉપર કોંગ્રેસના ઉમેદવાર તરીકે ડો. પ્રિયવદન કોરાટનું ઉપસતું નામ

0

હર્ષદભાઈ રિબડીયાએ વિસાવદર-ભેસાણના ધારાસભ્ય તથા કોંગ્રેસના પ્રાથમિક સભ્યપદેથી રાજીનામા આપ્યા બાદ આ વિધાનસભા મતક્ષેત્રની બેઠક ઉપર અવનવા રાજકીય સમીકરણો આકાર લઈ રહ્યા છે. પ્રાપ્ત વિગતો અનુસાર વિસાવદર-ભેસાણની બેઠક ઉપર વિસાવદર તાલુકા કોંગ્રેસ પ્રમુખ કરશનભાઇ વાડદોરીયા તથા તેમના ધર્મપત્ની-જિ.પં.સદસ્યા ચંદ્રિકાબેન વાડદોરીયા, ભેસાણ તાલુકા પંચાયતના પ્રમુખ ભાવેશભાઇ ત્રાપસીયા, મોટી મોણપરીના વરિષ્ઠ કોંગી-અગ્રણી ભરતભાઇ વિરડીયાના ટીકીટના દાવેદારો તરીકે નામ જાહેર થયા હતા. જેમાં હર્ષદભાઈ રિબડીયાના પક્ષ ત્યાગની ઘટનાને પગલે વધુ એક નામ ઉમેરાયું છે. સૌરાષ્ટ્ર-ગુજરાતના વરિષ્ઠ કેળવણીકાર ડો. પ્રિયવદન કોરાટનું નામ આ બેઠક ઉપર જાેરશોરથી ગાજવા લાગતા નવા જ સમીકરણો આકાર લઈ રહ્યાનું ચિત્ર ખડુ થઈ રહ્યું છે. ડો. પ્રિયવદન કોરાટ મુળ વિસાવદર તાલુકાના નાની મોણપરી ગામના વતની છે. સને-૨૦૦૨/૨૦૦૭ તથા ૨૦૧૨માં તેમનું નામ આ બેઠકના કોંગ્રેસના ઉમેદવાર તરીકેના દાવેદાર તરીકે મોવડીમંડળ સુધી પેનલમાં ગયું હતું. ૧૯૯૦થી વિદ્યાર્થીકાળથી જન્મજાત કોંગ્રેસ સાથે સંકળાયેલ છે. ચાર ટર્મ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સેનેટ સભ્ય તરીકે સેવા બજાવી ચૂક્યા છે. હાલ ગુજરાત માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડના સતત પાંચમી ટર્મ સંચાલક મંડળ વિભાગમાંથી સિનિયર બોર્ડ મેમ્બર તરીકે સેવા બજાવી રહ્યા છે. ડો. કોરાટનું નામ વિસાવદરની બેઠક ઉપર કોંગ્રેસના ઉમેદવાર તરીકે દાવેદાર તરીકે ઉભરી આવતા આ બેઠક ઉપરની પ્રવાહી રાજકીય પરિસ્થિતિમાં વધુ એક પરિમાણ ઉમેરાયું છે.

error: Content is protected !!