જૂનાગઢ જાેષીપરાની આદ્યશકિત ગરબી મંડળની બાળાઓને આજે ઈનામ વિતરણ, રાત્રે ભવ્ય લોકડાયરો

0

કોમી એકતાનું ઉદાહરણ પુરૂ પાડતી આ ગરબીનું નવ-નવ વર્ષથી સંચાલન કરતા મુસ્લિમ યુવાન સીકંદર હાલા

જૂનાગઢ જાેષીપરાનાં આદિત્યનગર શાક માર્કેટ ચોકમાં જય આદ્યાશકિત ગરબી મંડળની બાળાઓને આજે ઈનામ વિતરણ કરાશે. તેમજ રાત્રે ભવ્ય લોકડાયરાનું પણ આયોજન કરાયું છે. કોમી એકતાનું ઉદાહરણ પુરૂ પાડતી આ પ્રાચીન ગરબીનું નવ-નવ વર્ષથી મુસ્લિમ સમાજનાં યુવાન સિંકદરભાઈ હાલા સંચાલન કરી રહ્યા છે અને બાળાઓને લાખેણા ઈનામો પણ આપવામાં આવે છે. આજ રાત્રે આ સ્થળે યોજાનાર લોકડાયરામાં લોકસાહિત્યકાર શિવરાજભાઈ વાળા, હાસ્યકલાકાર વિજય રાવલ તેમજ દિપક વાઢેર, જીજ્ઞેશ વાઢેર, ઉમા ગઢવી, આશા ગોસ્વામી, સલીના ખાન સહિતનાં કલાકારો જમાવટ કરશે.

error: Content is protected !!