Monday, December 4

જૂનાગઢ શહેરનાં રોયલ પાર્ક નવરાત્રી મહોત્સવમાં ખેલૈયાઓને પ્રોત્સાહિત કરતા અનિરૂધ્ધસિંહ જાડેજા

0

જૂનાગઢમાં તળાવ દરવાજા પાસે આવેલ રોયલ પાર્ક કો.ઓ.હા. સોસાયટીમાં પ્રમુખ મનોજભાઈ પોપટ તથા મનોજભાઈ જાેબનપુત્રા, સંજયભાઈ કારીયા, હિતેષભાઈ સોલંકી, નિતેશભાઈ સાગલાણી સહિતની તેમની ટીમ દ્વારા નવરાત્રી મહોત્સવનું આયોજન કરેલ હતું. જેમાં ક્ષત્રિય સમાજનાં અગ્રણી રીબડાનાં અનિરૂધ્ધસિંહ મહિપતસિંહ જાડેજા ખાસ ઉપસ્થિત રહી ખેલૈયાઓને પ્રોત્સાહીત કરેલ હતા. પ્રસ્તુત તસ્વીરમાં અનિરૂધ્ધસિંહ જાડેજા ઉપર પુષ્પ વર્ષા કરી અને આવકારી રહ્યા છે. તેમજ સોસાયટીનાં રહેવાસી દ્વારા તેમનું સન્માન કરવામાં આવેલ હતું અને ખેલૈયાઓ સાથે તેઓ નજરે પડે છે.

error: Content is protected !!