જૂનાગઢનાં દોલતપરા જીઆઈડીસી રોડ ઉપર ગેબનશાહ પીરની દરગાહ સામે વારીસ પાનની દુકાનનાં ઓટા ઉપર લુડો ગેમ રમતા પાંચ શખ્સો સામે એ ડીવીઝન પોલીસનાં કોન્સ્ટેબલ કલ્પેશભાઈ ગેલાભાઈએ જુગાર ધારા-૧ર અંતર્ગત ગુનો નોધ્યો હતો જેમાં આરોપી નં.૧ મહેશ રાજેશભાઈ રંગોલીયા અને આરોપી નં.ર મો.નં. ૮૯૮૦૦ ૪૦૦૭૭ વાળાએ ગુજરાત લુડો કલબ નામનું વોટસએપ ગ્રુપ બનાવી આરોપી નં.૩ એડમીન મો.નં. ૭પ૭પ૦પ૯ર૦ર તથા આરોપી નં.૪ મો.નં. ૯પ૧ર૯પ૭૮૩૮ વાળાઓએ આ ગ્રુપ હેન્ડલીંગ કરવા માટે રાખી એકબીજાનાં ટેબલો બનાવી લુડો ગેમ ઓનલાઈન આંકડાનાં કોડ એકબીજાને આપ-લે કરી જુગાર રમાડતા હોય જેમાં રેડ દરમ્યાન દોલતપરાનો સલીમભાઈ હાસમભાઈ લીંગરીયા ઝડપાઈ ગયેલ હતો અને પોલીસે સ્થળ ઉપરથી રૂા.પ હજારની કિંમતનો મોબાઈલ અને રોકડ મળી કુલ રૂા. પ૧પ૦ નો મુદામાલ જપ્ત કર્યો હતો. પોલીસે આ પાંચેય શખ્સો વિરૂધ્ધ જુગારધારા અંતર્ગત કાર્યવાહી હાથ ધરી છે.
ઝરીયાવાડા ગામે નજીવી બાબતમાં મહિલાએ યુવાનને હોકીથી માર માર્યો
માંગરોળનાં ઝરીયાવાડા ગામે રહેતા ઈબ્રાહીમભાઈ હબીબભાઈ બેલીમનાં પિતા બિમાર હોય અને તેને દવાખાને લઈ જવા માટે આરોપી યાશ્મીનબેન ભીખુભાઈ મુલતાનીનાં ભાઈને ઈબ્રાહીમભાઈએ બોલાવેલ જે વાત યાશ્મીનબેનને પસંદ ન હોય જેનું મનદુઃખ રાખી પ્રથમ ઈબ્રાહીમભાઈનાં ઘરે જઈ તેના બેન તથા માતાને ભુંડી ગાળો બોલી તેમજ સસરાનાં ઘરે જઈ તેને પણ ભુંડી ગાળો બોલી હોકી વડે ઈબ્રાહીમભાઈને માર મારી માથા તથા શરીરનાં ભાગે ઈજા પહોંચાડી હતી. આ બનાવમાં શીલ પોલીસે યાશ્મીન બેન વિરૂધ્ધ ગુનો નોંધ્યો હતો.
કાર હડફેટે યુવાનને ઈજા
જૂનાગઢનાં વંથલી રોડ બાલાજી હાઈટસ એપાર્ટમેન્ટ પાસે અજાણ્યા ફોરવ્હીલનાં ચાલકે હિતેષ નટવરલાલ ટાંકને હડફેટે લઈ તેને ઈજા પહોંચાડી નાસી ગયો હતો.
બગડુ ગ્રામ પંચાયત ઓફીસમાં તલાટી મંત્રી અને અરજદારો દાખલા મુદે બાખડી પડયા
જૂનાગઢ પંથકનાં બગડુ ગામે પંચાયત ઓફીસમાં તલાટી મંત્રી અને અરજદારો દાખલામાં સહી કરવા મુદે બાખડી પડયા હતા. તાલુકા પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ બગડુ ગામે રહેતા રવીભાઈ રમેશભાઈ પંચાયત ઓફીસે તલાટી કમ મંત્રી સિધ્ધરાજભાઈ પાસે રહેણાંકનાં દાખલામાં સહી કરાવવા ગયેલ ત્યારે તલાટી મંત્રીએ કહેલ કે થોડી વાર ઉભા રહો સહી કરી આપું છું. આ સમયે રવિનાં પિતા રમેશભાઈ ત્યાં આવેલ અને હાજર સરપંચ રસીકભાઈ સાથે દાખલામાં સહી કરવા માટે ઉંચા અવાજે વાતચીત કરતા આરોપીએ તેમને નીચા અવાજે વાત કરવાનું કહી જ્ઞાતિ પ્રત્યે અપશબ્દ બોલ્યા હતા અને ફરીયાદી રવિને ટાંટીયા ભાંગી નાખવાની ધમકી આપી લોખંડની કચરા ટોપલીથી હુમલો કરી માથામાં ઈજા પહોંચાડી તેમજ ઢીકાપાટુનો માર માર્યો હતો. જયારે સામા પક્ષે તલાટી મંત્રી સિધ્ધરાજભાઈ ભીખુભાઈએ રવિભાઈ રમેશભાઈ, રમેશભાઈ, જેકી રમેશભાઈ, રવિનાં માતા વિરૂધ્ધ ફરીયાદ નોંધાવી છે કે, આ લોકો ફોર્મેટ વાળા દાખલાઓ લઈ આવેલ પરંતુ તે પોતાના કાર્યક્ષેત્રમાં ન હોય તેથી ના પાડતા આ શખ્સોએ ઉશ્કેરાઈ જઈ ઢીકાપાટુનો માર મારી ખોટા કેસમાં ફસાવી દઈ નોકરીમાંથી ઉતારી દેવાની ધમકી આપી હતી. આ બનાવમાં પોલીસે સામ સામી ફરીયાદ નોંધી આગળની તપાસ હાથ ધરી છે.
જૂનાગઢ : જુના મનદુઃખમાં બે પરીવાર વચ્ચે મારામારી
જૂનાગઢનાં સરગવાડા ગામનાં પાટીયા પાસે બે પરીવાર વચ્ચે જુના મનદુઃખમાં માર મારી થઈ હતી. તાલુકા પોલીસમાંથી મળતી માહિતી મુજબ આ કામનાં ફરીયાદી ખતીજાબેન વસીમભાઈ પઠાણની દિકરી તથા આરોપીની દિકરી વચ્ચે માર મારી થયેલ જેનું મનદુઃખ રાખી આરોપીઓ ઝાહીરભાઈ, તેના પત્ની અકશાબેન અને અજાણ્યા ઈસમે ખતિજાબેન તથા તેની માતાને ઢીકાપાટુ અને સળીયાથી માર માર્યો હતો જયારે સામા પક્ષે અકશાબેન જહીરભાઈ બ્લોચની બેનની દિકરીને આરોપીએ ગાળો કાઢેલ જે અંગે સમજાવવા જતાં ખતિજા, તેનો ભાઈ અજીત, તેની બેન સુજાન અને માતા નઝમાએ અકશાબેનને વાળ પકડી ઢસડી ઢીકાપાટુનો માર માર્યો હતો. આ બનાવમાં પોલીસે સામ સામી ફરીયાદ નોંધી હતી.
પત્નીએ દારૂ પીવાની ના પાડતા પતિએ દવા પી જીવન ટુંકાવ્યું
મુળ વેરાવળનાં ડારી ગામનાં અને હાલ માળીયા હાટીનાનાં દેવગામે અરવિંદભાઈ મકવાણાની વાડીએ રહેતા દિનેશભાઈ કાળાભાઈ બામણીયા (ઉ.વ.૪૩)ને દારૂ પીવાની ટેવ હોય અને તેની પત્ની દારૂ પીવાની ના પાડતી હોય જે બાબતે લાગી આવતા પોતાની મેળે ઝેરી દવા પી જતાં તેનું મૃત્યું નિપજયું હતું. આ બનાવમાં માળીયા પોલીસે મૃતકનાં પત્ની શાંતીબેનનું નિવેદન લઈ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.
કેન્સરની બિમારીથી મોત
વડાલ ગામે રહેતા પંકજભાઈ નરસીંહભાઈ આસોદરીયા (ઉ.વ.૪૮)ને કેન્સરની બિમારી હોય અને તબિયત વધુ ખરાબ થતાં જૂનાગઢ સરકારી હોસ્પીટલે સારવારમાં લવાતા ફરજ પરનાં ડોકટરે તપાસી તેમને મૃત જાહેર કર્યા હતા.
ગળાફાંસો ખાતા મોત
વંથલીનાં ધંધુસર ગામે મહેરવાસમાં રહેતા સંજયભાઈ ભીખાભાઈ દિવરાણીયા (ઉ.વ.૩૦)એ પોતાનાં ઘરે કોઈપણ અગમ્ય કારણસર ગળાફાંસો ખાઈ લેતા તેનું મૃત્યું નિપજયું હતું. આ બનાવમાં વંથલી પોલીસે હરદાસભાઈ નેભાભાઈ દિવરાણીયાનું નિવેદન નોંધી ધોરણસરની કાર્યવાહી કરી હતી.
ઝેરી દવા પીતા મોત
માંગરોળનાં ભટુવાડીની સામે નાગદા વિસ્તારમાં રહેતા ફારૂક હસનભાઈ છાપરા (ઉ.વ.૩પ)એ કોઈપણ કારણસર ઝેરી દવા પી લેતા સારવાર દરમ્યાન તેનું મૃત્યું નિપજયું હતું. આ બનાવમાં માંગરોળ પોલીસે હારૂનભાઈ હસનભાઈ છાપરાનું નિવેદન નોંધી ધોરણસરની કાર્યવાહી કરી હતી.
જૂનાગઢ : દુકાનમાંથી રૂા. પ હજારની ચોરી
જૂનાગઢનાં જાેષીપરા શાંતેશ્વર રોડ ઉપર આવેલ અશ્વીનભાઈ નાથાભાઈ દોંગાની શ્રીનાથ એજન્સી તથા શિતલ આઈસ્ક્રીમની દુકાનમાંથી કોઈ અજાણ્યો શખ્સ રૂપિયા પાંચ હજારની ચોરી કરી જતાં બી ડીવીઝન પોલીસમાં ફરીયાદ નોંધાવી છે.