જૂનાગઢમાં વિજયા દશમીની ભાવભેર ઉજવણી : ૩પ ફૂટનાં રાવણનું દહન કરાયું

0

જૂનાગઢ મહાનગરમાં વિજયા દશમી પર્વની ભાવભેર ઉજવણી કરાઈ હતી. આ પર્વ નિમિતે મીઠાઈ-ફરસાણની દુકાનો ઉપર ભારે ઘરાકી જાેવા મળી હતી. લોકોએ જલેબી-ફાફડા સહિતની ખરીદી કરી હતી અને ફાફડા-જલેબી સહિતની મીઠાઈઓ આરોગી આ પર્વને મનાવ્યું હતું. આ ઉપરાંત શહેરનાં વિવિધ સ્થળોએ શસ્ત્ર પૂજનનાં પણ કાર્યક્રમો યોજાયા હતા. નવરાત્રી પર્વ પૂર્ણ થતા દશેરાનાં દિવસે લોકોએ પોતાનાં ઘરે સ્થાપન કરેલ ગરબાઓ પોતાનાં આસપાસનાં મંદિરોમાં પધરાવ્યા હતા. આ વખતે હરીઓમ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા મયારામ આશ્રમ ખાતે રાવણ દહનનો કાર્યક્રમ આયોજીત કર્યો હતો. ૩પ ફૂટનું ઉંચું રાવણનું પૂતળુ બનાવવામાં આવેલ અને જેમાં મોટી સંખ્યામાં ફટાકડાઓ લગાવવામાં આવ્યા હતા. ગઈકાલે સાંજે આ રાવણનાં પૂતળાનું દહન કરવામાં આવતા ફટાકડાની આતશબાજી સાથે રંગબેરંગી વાતાવરણ સર્જાય જવા પામ્યું હતું. આ આસુરી શકિત ઉપર વિજયોત્સવ સમા રાવણ દહનનાં કાર્યક્રમને નિહાળવા મોટી સંખ્યામાં લોકો ઉમટી પડયા હતા અને જય શ્રી રામનાં નારા સાથે આ પર્વને ઉત્સાહભેર મનાવ્યું હતું. (તસ્વીર ઃ ધર્મેશ ઠાકર)

error: Content is protected !!