યાત્રાધામ બેટ દ્વારકા થયેલા ઓપરેશન મેગા ડિમોલેશનની શીખ અધિકારી-પદાધિકારી કે કોઈના ભરોસે રહેશો નહીં… કાયદો કાયદાનું કામ કરે જ છે… : કોઈપણ બિન અધિકૃત દબાણ કાયદા મુજબ દબાણ છે જે સર્વે સ્થાનો ઉપરથી દૂર કરવાની માંગણી દ્વારકાના નવા વરાયેલા શંકરાચાર્ય શદાનંદજી દ્વારા પણ દૂર કરાવા માંગણી ઉઠી ! તંત્ર દ્વારા હવે આગળ શું કાર્યવાહી હાથ ધરવામાં આવે છે તે ઉપર પ્રજાની નજર ?
યાત્રાધામ બેટ-દ્વારકામાં ચાલતા ઓપરેશન મેગા ડિમોલેશનની કામગીરીપૂર્ણ થયેલ છે અને સામાન્ય વ્યવહારો આજથી ચાલુ કરવામાં આવ્યા છે ત્યારે તંત્ર દ્વારા પ્રજાજનોને શીખ આપવામાં આવેલ છે કે, દેશમાં કાયદો પ્રજા માટે છે અને કાયદો તેના કાયદા પ્રમાણેનું કામ કરે જ છે. દેશભરમાં ચર્ચાસ્પદ બનેલા યાત્રાધામ બેટ દ્વારકાના ઓપરેશન મેગા ડિમોલેશનની કામગીરી બાદ જગત મંદિર શ્રી દ્વારકાજી દેવસ્થાન સમિતિના ઉપાધ્યક્ષ ધનરાજભાઈ નથવાણી દ્વારા આ અંગે અગાઉ પણ સમયે સમયે ટિ્વટરના પ્લેટફોર્મ ઉપરથી દ્વારકા મંદિર આસપાસ બનેલા અને અવિરત ચાલુ રહેતા બિન અધિકૃત બાંધકામોને દૂર કરવાની માંગણી છતાં કોઈ કાર્યવાહી કરવામાં આવેલ નથી ત્યારે હવે નવા વરાયેલા જગદગુરૂ શંકરાચાર્ય શદાનદજીનો અહીંની પ્રથમ મુલાકાત સમયે પહેલા પ્રત્યાઘાત જ્યાં જ્યાં બિન અધિકૃત બાંધકામો થયા છે તે દૂર થવા જાેઈએ તેવો જવાબ આપી સરકારી કાર્યવાહીની પ્રસંશા કરેલ છે. ત્યારે આ અંગે પ્રત્યુતર આપતા તંત્ર દ્વારા પણ પ્રજાને દેશમાં કાયદો પ્રજા માટે છે અને તેનું પાલન કરવાની જવાબદારી પ્રજાની છે બાકી કોઈ અધિકારી-પદાધિકારીના ભરોસે કોઈ બિન અધિકૃત બાંધકામ કે પ્રવૃતિ કરશો નહીં અન્યથા કાયદો સમયે કાયદાનું પાલન હંમેશા કરે જ છે જેને કોઈ અટકાવી પણ શકતું નથી તેવી શીખ આ મેગા ડિમોલેશન ઓપરેશન ઉપરથી લેવાની છે. જ્યારે તંત્ર દ્વારા હવે આ બિનઅધિકૃત બાંધકામો પાછળ થયેલા કરોડો રૂપિયાના ખર્ચના ફંડ અન્વયે તપાસ હાથ ધરવામાં આવશે તેવી વિગતો જણાવતા રેન્જ આઈ.જી.ને આ અંગે ખાનગી રાહે મળેલ માહિતી મુજબ આ બાંધકામો કાળાનાણાંથી અને તેના માટે જરૂરી કાચા-પાકા માલ-સામાનની ખરીદી પણ બે નંબરી મતલબ બિલ વગર થયેલ હોય, આ સંપૂર્ણ કાર્યવાહીનું નેટવર્ક તંત્રના ધ્યાન ઉપર આવેલ છે. ત્યારે હવે આ દિશામાં તપાસ હાથ ધરવામાં આવશે અને જરૂર પાડીએ તેમાં જી.એસ.ટી-આઈ.ટી.ના અધિકારીઓને પણ સામેલ કરી આગળની કાર્યવાહી કરવામાં આવશે.