વડાપ્રધાન મોદી મહેસાણા ખાતે કરશે રૂા.૨૮૯૦ કરોડથી વધુના વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત

0

આવતીકાલ તારીખ ૯ ઓક્ટોબરના રોજ વડાપ્રધાન મહેસાણા ખાતે રૂા.૨૮૯૦ કરોડથી વધુના વિવિધ વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં રાજ્ય સરકાર વિવિધ વિકાસલક્ષી કાર્યોની જનતાને ભેટ આપી રહી છે, ત્યારે રાજ્યના મહેસાણા જિલ્લામાં પણ વિવિધ વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત થવા જઇ રહ્યું છે. આ વિકાસકાર્યોમાં રૂા.૫૧૧ કરોડના ખર્ચે સાબરમતી-જગુદણ ગેજ કન્વર્ઝન(૫૩.૪૩ કિમી)નું લોકાર્પણ કરવામાં આવશે, જે અમદાવાદ-મહેસાણા ગેજ કન્વર્ઝન પ્રોજેક્ટ(૬૮.૭૮ કિમી)નો એક ભાગ છે. સાથે જ, રૂા.૩૩૬ કરોડના ખર્ચે ર્ંદ્ગય્ઝ્ર-નંદાસણ સરફેસ ફેસિલિટીનું લોકાર્પણ કરવામાં આવશે. આ ઉપરાંત, જે વિકાસકાર્યોનું લોકાર્પણ થશે, તેમાં એમ.એસ. પાઇપલાઇન પ્રોજેક્ટ, મોઢેરા સોલાર વિલેજ, ધરોઇ ડેમ આધારિત વડનગર, ખેરાલુ અને ધરોઇ ગ્રુપ રિફોર્મ સ્કીમ, બેચરાજી-મોઢેરા-ચાણસ્મા રોડ, ઉંઝા-દસાજ-ઉપેરા-લાડોલ રોડ એક્સપાન્શનની કામગીરી, મહેસાણા ખાતે રિજિયોનલ ટ્રેનિંગ સેન્ટર(જીઁૈંઁછ) અને મોઢેરા સૂર્યમંદિર ખાતે લાઇટ એન્ડ સાઉન્ડ શોનો સમાવેશ થાય છે.
કુલ મળીને રૂા.૧૧૪૫.૬૪ કરોડના વિકાસકાર્યોનું લોકાર્પણ કરવામાં આવશે. સાથે જ, રૂા.૧૧૮૧.૩૪ કરોડના ખર્ચે દ્ગૐ-૬૮ના પાટણથી ગોઝારિયા સુધીના રસ્તાનું ૪ લેન અપગ્રેડેશન અને પીએસ હાઇવેની કામગીરીનું ખાતમુહૂર્ત પણ કરવામાં આવશે. આ ઉપરાંત, રૂા.૩૪૦ કરોડના ખર્ચે મિલ્ક પાવડર પ્લાન્ટ, રૂા.૧૧૦ કરોડના ખર્ચે ટેટ્રા પેક પ્લાન્ટ અને રૂા.૧૦૬ કરોડના ખર્ચે વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટના કાર્યોનું પણ ખાતમુહૂર્ત કરવામાં આવશે. વિસનગર-ઉમટા-સુંઢિયા-ખેરાલુ રોડ ઉપર બ્રિજીસના બાંધકામનું પણ ખાતમુહૂર્ત કરવામાં આવશે. બધુ મળીને કુલ રૂા.૧૭૪૭.૩૮ કરોડના કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવશે. આમ, મહેસાણાને રૂા.૨૮૯૩.૦૨ કરોડના વિકાસકાર્યોની ભેટ મળવા જઇ રહી છે.

error: Content is protected !!