મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં ભાજપ મીડીયા વિભાગનાં કાર્યકર્તાઓની મીટીંગ મળી

0

ગઈકાલે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નિવાસ્થાને પ્રદેશના સમગ્ર મીડિયાના કન્વીનરો સહ કન્વીનરો પ્રદેશના સહપ્રવકતા તેમજ પ્રદેશના મીડિયાના જાેન પ્રભારી જિલ્લા અને તાલુકાના સમગ્ર મીડિયાના હોદ્દેદારો હાજર રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમનું સંચાલન પ્રદેશના મીડિયાનું કન્વીનર ડોક્ટર યજ્ઞેશ દવે તેમજ જૂબીનભાઈ આશરાએ કર્યું હતું. તેમજ પ્રવક્તા યમલભાઈ વ્યાસે સચોટ માર્ગદર્શન આપ્યું હતું. ભારતીય જનતા પાર્ટી જૂનાગઢ મહાનગરનાં પ્રમુખ પુનિતભાઈ શર્માની સુચનાથી મહાનગર મિડીયા સહકન્વિનર સંજયભાઈ પંડ્યા તથા મહાનગર મિડીયા પ્રભારી હિરેન જાેશી હાજર રહ્યા હતા. મુખ્યમંત્રીએ પોતાના હળવા અંદાજમાં મીડિયાના કાર્યકર્તાઓને માર્મિક શૈલીમાં કયા પ્રકારે કામ કરવું તેની સૂઝ આપી અને સૌ મીડિયા હોદ્દેદારોને મુખ્યમંત્રીએ શુભેચ્છા પાઠવી હતી.

error: Content is protected !!