જૂનાગઢ નેચર ફર્સ્ટ ગ્રુપ દ્વારા ગરબાનો સદુપયોગ, ચકલીના માળા બનાવી લોકોને નિઃશુલ્ક વિતરણ કરાશે

0

નવરાત્રી મહોત્સવમાં માં આદ્યશકિતની નવ દિવસની આરાધના જેના પ્રકાશમાં આપણે કરીએ છીએ તે માટીના ગરબા સ્વરૂપે થતી હોય છે અને એક શ્રધ્ધા કેન્દ્ર તરીકે આ માટીના ગરબાનું અનેરૂ મહત્વ પણ છે અને ત્યારબાદ તે ગરબાને દસમે દિવસે મંદીરમાં મુકવા જવાની પૌરાણીક શ્રદ્ધા છે. તેવા સમયે ગરબાની ગરીમા અને પવિત્રતા જળવાઈ રહે અને આ માતાજીના અતિ પવિત્ર ગરબા કે જેનો સદુપયોગ નવરાત્રી પછી પણ થાય તો માતાજીના આશીર્વાદ સૌને મળી શકે. ત્યારે કહેવાય છે કે, ઘર એક મંદિર છે, જેથી ચકલી પણ સુરક્ષીત ઘર મેળવી શકે. માટે ગરબો મંદિરે મૂકવાને બદલે ચકલીનું ઘર બનાવી ઘરે રાખવા કારણ કે ગરબાની બાંધણી પક્ષીના માળા માટે સંપૂર્ણપણે યોગ્ય છે. તેમજ જુના જમાનાના મકાન હવે નહીં રહેતા ચકલીને માળો બનાવવો મુશ્કેલ છે, તેવા સમયે ગરબાને છતમાં ટિંગાડવામાં આવે તો તેનો ઉપયોગ ચકલી ઉછેર માટે આશીર્વાદરૂપ બનશે. કારણ કે, ચકલી પોતાનો માળો જાતે બનાવી શકતી નથી અને દિન-પ્રતિદિન વધતા જતા પ્રદુષણયુકત વાતાવરણમાં આમતેમ વલખા મારી પોતાનો જીવ ગુમાવી બેશે છે, ત્યારે આવા અબોલ જીવની સુરક્ષા અને તેઓને સારો આવાસ આપવાથી ગરબાની પવિત્રતા સાથે પ્રકૃતિના જતનની પણ હિમાયત થાય એટલા માટે જ સમર્થ પ્રગદાસબાપા ગોદડીયાની પ્રેરણાથી આ માતાજીના ગરબામાંથી ચકલીના માળા બનાવીને દરેક લોકોના ઘરમાં જ ચકલીનું ઘર રહી શકે અને પર્યાવરણ તથા જીવદયાનું કાર્ય થઈ શકે તેવા હેતુથી નેચર ફર્સ્ટની ટીમ દ્વારા જૂનાગઢ શહેરના જુદા-જુદા મંદિરોમાં જઈને લોકોએ રાખેલા ગરબાઓ લઈને તે ગરબાના ચકલીઘર બનાવીને ૧૧૧૧ ચકલીઘરનું તા.૯ ઓક્ટોબરથી નિઃશુલ્ક વિતરણ ગાયત્રી મંદિરની સામે ગીરનાર રોડ ઉપર આવેલ રામવાડી-૧ ખાતેથી કરવામાં આવશે.

error: Content is protected !!