શું કચ્છના અખાતમાંથી પકડાયેલ ડ્રગ્સની હેરાફેરીમાં પાક એમ.એસ.એ.ની ખુલ્લી સંડોવણી સાબિત થઈ છે ખરી ! : તપાસ માંગતો મુદો

0

કચ્છના અખાતમાંથી ડ્રગ્સનો જથ્થો લઈ આવતી અને સલામતી પૂર્વક હેરાફેરી કરવા નિશ્ચિત લોકેશન સુધી પહોંચેલ પાકિસ્તાનની “અલ-સાકાર” નામની બોટ અને તેમાં રહેલા છ પાકિસ્તાની ખલાશીઓ ને એ.ટી.એસ.-કોસ્ટ ગાર્ડની બોટ દ્વારા પકડી પાડવામાં આવ્યા બાદ આ ઘટના પહેલા આ ઘટનાના એક દિવસ અગાઉ આઈ.બી.એલ. પાસે અહીથી માચ્છીમારી કરવા નીકળેલ માંગરોળની ‘હરસિધ્ધિ-૫” બોટ ઉપર દિવસના સમયે પાક એમ.એસ.એ.ની બોટ ખુલ્લેઆમ ફાયરિંગ કરી બોટ સાથે પોતાની બોટ અથડાવવાની બનેલ ઘટના આ ડ્રગ્સની હેરાફેરીમાં તેમના ડ્રગ્સ પેન્ડલરોનું એસ્કોરટિંગ કરવામાં આવી રહ્યાનું તે નકારી શકતું નથી.
પ્રાપ્ત વિગતો મુજબ ગત તા. ૬.૧૦.૨૦૨૨ના સવારના સમયે અહીથી કચ્છના અખાતમાં મચ્છીમારી કરવા ગયેલ માંગરોળની “હરસિધ્ધિ-૫” નામની બોટ આઈ.બી.એલ પાસે માચ્છીમારી કરી રહેલ ત્યારે ઓચિંતી આવી પહોંચેલ પાક એમ.એસ.એસ. (પાકિસ્તાની મરીન સિક્યુરિટી એજન્સી)ની બોટ દ્વારા આ બોટનું અપહરણ કરવાનો પ્રયત્ન કરતાં બોટના ટંડેલ દ્વારા પરિસ્થિતિ સમજી જતાં પોતાના કીમતી માછલી પકડવાની જાળોને સંકેલી જાળોને છોડી ભાગવાનો પ્રયત્ન કરાતા પાક એમ.એસ.એ. દ્વારા આ બોટ ઉપર ખુલ્લેઆમ ગોળીબાર કરી તેમને ભાગતા અટકાવી તેમની બોટને આપણી માચ્છીમારી બોટ હરસિધ્ધિ સાથે જાેરદાર રીતે અથડાવતા આ બોટમાં મોટું નુકશાન થવા સાથે પાણી ભરાવા લાગતાં બોટ ડૂબાવા લાગેલ ત્યારે બોટના ટંડેલ દ્વારા મદદ માટે નો મેસેજ જી.પી.એસ. સિસ્ટમ દ્વારા મદદનો પોકાર વહેતો કરતાં અને બોટ સમુદ્રમાં ડૂબવા લાગતાં બોટના સર્વે ખલાસીઓ જીવ બચાવવા સમુદ્રમાં કુદી પડેલ જે દરમ્યાન નજીકમાં પેટ્રોલિંગ કરી રહેલ ભારતીય કોસ્ટગાર્ડની બોટ આ સ્થળ ઉપર આવી સમુદ્રમાં જીવ બચાવવા તરતા ખલાસીઓને બચાવી અહી પહોંચાડેલ હોવાનું સરકારી રેકર્ડ ઉપર નોંધાયેલ છે. ત્યારે આજ ઘટનાના બીજા દિવસે એ.ટી.એસ.ને મળેલ ચોક્કસ માહિતીના આધારે કોસ્ટગાર્ડની બોટ આઈ.સી.જી.એસ.-૪૨૯ દ્વારા તેમને સાથે રાખી તા. ૭.૧૦.૨૦૨૨ ના રોજ કરાયેલા કચ્છના અખાતના જખો પાસેના ચોક્કસ લોકેશન ઉપરના ઓપરેશન સ્થળ ઉપરથી રાત્રિના ૧૧ કલાકના સુમારે પાકિસ્તાની માચ્છીમારી બોટ અલ-સાકારને છ પાકિસ્તાની ખલાસીઓ સાથે શંકાસ્પદ હાલતમાં કોઈ ચોક્કસ આપણી બોટની રાહ જાેતી પકડી પાડયા બાદ તેની તલાસી દરમ્યાન તેમાંથી હેરોઇન નામના ડ્રગ્સ ના એક-એક કિલો વજનના ૫૦ પેકેટ મળી આવેલ જેની આંતરરાષ્ટ્રીય બજાર કિમત ગણાતા રૂા. ૩૫૦ કરોડની કિમતનું આ ડ્રગ્સ પકડી પાડવામાં આવ્યાનું પણ સરકારી રેકર્ડ ઉપર નોંધાયેલ છે. ત્યારે હવે ઉપરોક્ત બંને ઘટના આપણી માચ્છીમારી બોટ “હરસિધ્ધિ-૫” ઉપર તા. ૬.૧૦.૨૦૨૨ના રોજ પાક એમ.એસ.એ. દ્વારા ગોળીબારી અને બોટ સાથે પોતાની બોટ અથડાવી અકસ્માત કરી તેને સમુદ્રમાં ડૂબાડવાની ઘટના અને બીજા દિવસે ૭.૧૦.૨૦૨૨ ના રોજ પાકિસ્તાની માચ્છીમારી બોટ “અલ-સાકાર”ને અગાઉથી મળેલ માહિતી અન્વયે જખો પાસેથી રાત્રિના આંધકારમાં ચોક્કસ લોકેશન પાસેથી રૂા. ૩૫૦ કરોડના ડ્રગ્સ સાથે પકડાવવાની ઘટના શંકા દર્શાવે છે કે ઉપરોક્ત ડ્રગ્સની હેરાફેરી કરતી પાક બોટ ‘અલ-સાકાર’ને ભારતીય જળ સરહદમાં ઘૂસાડવા માટે પાકની એમ.એસ.એ. આ બોટનું આઈ.બી.એલ. ઉપર ડ્રગ્સ પેન્ડલરોનું એસ્કોરટિંગ કરતી હોવાનું પણ નકારી શકાતું નથી. જે દરમ્યાન આપણી બોટ “હરસિધ્ધિ-૫’ અડચણ રૂપ જણાતા તેમેને દૂર કરવાના બદલે તેનો અને તેના ખલાશીઓનો નાશ કરવા માટે જ તેમની બોટ સાથે અકસ્માત સર્જયાની શક્યતા પણ નકારી શકાતી નથી.
એ.ટી.એસ.-કોસ્ટગાર્ડ દ્વારા ડ્રગ્સ પકડી પાડવામાં આવ્યું છે અને ના પકડાયેલ આજ પ્રમાણેનું હજારો કરોડ રૂપિયાનું ડ્રગ્સ ગુજરાત રાજ્યમાં પ્રવેશી ચૂક્યું છે અને તેમાંથી મોટાભાગનું અલગ-અલગ સ્વરૂપે નાશકારક પીણાં તરીકે પરિવર્તિત થઈ દેશ-રાજ્યના યુવાનો દ્વારા ઉપયોગમાં પણ લેવામાં આવ્યાની શક્યતા નકારી શકાતી નથી ત્યારે શું જળ સરદીય રસ્તે પાકિસ્તાન સાથે જાેડાયેલ રાજ્યને આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ માફિયા દ્વારા કચ્છના અખાતને ડ્રગ્સની હેરાફેરીનું કેન્દ્ર પણ બનાવવામાં આવ્યાનું નકારી શકતું નથી. જ્યારે જાે આ શક્યતાના બદલે હકીકત હોય તો રાજ્યના યુવાધનને ડ્રગ્સ-નાશકારક પીણાંના વ્યસની બનાવી તેમને નશાના અને પોતાના ગુલામ બનાવવાનું પણ કોઈ આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ માફિયાનું ષડયંત્ર હોવાની શક્યતા નકારી શકાતી નથી.
ત્યારે શું બે મહિના બાદ જ આવનારી રાજ્યની વિધાનસભાની સામાન્ય ચુંટણીમાં પણ આ મુદો કોઈ રાજકીય સ્વરૂપ પકડે અને જેવી હાલત થોડા સમય પહેલા યોજાયેલ પંજાબની સામાન્ય ચુંટણી પહેલા રાજ્યમાં પ્રવર્તતી પરિસ્થિતિનું પરિણામ પરિવર્તન સાથે રાજ્યની નવી સામાન્ય ચુંટણીમાં થયેલ છે તેવું જ પરિવર્તન રાજ્યની આગામી સામાન્ય ચુંટણીમાં આવવાની શકયતા પણ નાકારી શકાતી નથી. ત્યારે હવે જાગ્યા ત્યારથી સવારમાની ગુજરાત રાજ્યને બીજું પંજાબ થતું અટકાવવાની જવાબદારી પ્રજા અને સરકારી તંત્રે નિભાવવાની છે અને ભાવિ પેઢીને ડ્રગ્સના કારોબારથી મુક્ત કરી સ્વચ્છ હેલ્ધી સમાજનું નિર્માણ કરવાનું છે અને તેની જવાબદારી સર્વેની છે તે પણ સત્ય અને વિચારવા લાયક હકીકતો છે.

error: Content is protected !!