માંગરોળની ફિશિંગ બોટ ઉપર ફાયરિંગ મામલે પાકિસ્તાન નેવીના ૨૫ જવાનો સામે ફરિયાદ

0

પાકિસ્તાન નેવીના PAMS બરકાતી ૧૦૬૦ શીપમાં રહેલા પાકિસ્તાન નેવીના ૨૦ થી ૨૫ જવાનો સામે ફરિયાદ નોંધાઈ

માંગરોળની ફિશિંગ બોટ ઉપર ફાયરિંગ મામલે પાકિસ્તાન નેવીના ૨૫ જવાનો સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે. ગત તારીખ ૬ ઓક્ટોબરના રોજ જખૌથી ૪૫ નોટિકલ માઈલ દૂર IMBL નજીક માંગરોળની ફિશિંગ બોટ ઉપર પાકિસ્તાન મરિન્સ દ્વારા ફાયરિંગ કરવામાં આવ્યું હતું. અરબી સમુદ્રમાં IMBL નજીક માંગરોળની ફિશિંગ બોટ ઉપર ફાયરિંગ કરાયું હોવાની ઘટનામાં પાકિસ્તાન નેવીના PAMS બરકાતી ૧૦૬૦ શીપમાં રહેલા પાકિસ્તાન નેવીના ૨૦ થી ૨૫ જવાનો સામે ફરિયાદ નોંધવામાં આવી છે. આ ઘટનામાં પાકિસ્તાન નેવીના જવાનોએ હરસિદ્ધિ નામની બોટ ઉપર ગોળીબાર કર્યો હતો અને બોટને ડુબાડી દીધી હતી. જે પછી ભારતીય માછીમારોને ગોંધી રાખીને પાકિસ્તાનના ૨૦-૨૫ જવાનોએ માર માર્યો હોવાનો ખુલાસો થયો છે. અગાઉ પણ પાકિસ્તાન મરિન્સ દ્વારા અનેકવાર ભારતીય માછીમારોનું અપહરણ કરવાની ઘટનાઓ બનેલી છે. જાે કે, આ વખતે પાકિસ્તાન મરિન્સ દ્વારા માછીમારોની બોટ ઉપર ફાયરિંગ કરીને હદો વટાવી દેવામાં આવી છે.

error: Content is protected !!