યાત્રાધામ બેટ દ્વારકા અંગેના રાજ્યના મંત્રીના હાસ્યાસ્પદ નિવેદન અને ટી.વી.ઇંટરવ્યૂ !

0

સત્ય સમજાતા કે કોઈ અગમ્ય કારણોસાર હાસ્યાસ્પદ ટિ્‌વટ ડિલીટ કરી ?!!!

છેલ્લા એક સપ્તાહથી ટોક ઓફ ધ નેશન બનેલા યાત્રાધામ બેટ દ્વારકાના બિન અધિકૃત બાંધકામો દૂર કરવાના ઓપરેશન મેગા ડિમોલેશન અને તેના માટેના તંત્ર દ્વારા સમયે સમયે આપવામાં આવેલ અલગ-અલગ કારણો બાદ બે દિવસ પહેલા રાજ્યના મંત્રી દ્વારા આપવામાં આવેલ નિવેદન અને સમાચાર ટી.વી. ચેનલને અપાયેલ ઇંટરવ્યૂમાં તેમના દ્વારા બેટ દ્વારકામાં રહેતી ચોક્કસ કોમની મહિલાઓ પાકિસ્તાનમાં સાસરે છે અને પાકિસ્તાનની મહિલાઓ અહીં સાસરે રહેવા આવેલ છે. તેમજ ઓખા-બેટ વચ્ચે ચાલતી ફેરી સર્વિસની બોટો પણ ચોક્કસ કોમ ચલાવતી હોય તેમના દ્વારા યાત્રિકોને બેટ દ્વારકા દર્શન કરવા આવતા અટકાવવા નિયત ભાવ કરતાં વધુ ભાવ લેવા-યાત્રિકોને હેરાન-પરેશાન કરવા જેવા કઇંક કેટલાય હાસ્યાસ્પદ નિવેદન કરવામાં આવેલ હતા. જ્યારે બિન અધિકૃત બાંધકામો ચોક્કસ કોમના ધાર્મિક સ્થળોના નામે દબાણ ઊભું કરી બનાવવામાં આવ્યા હોય રાષ્ટ્રીય સુરક્ષા અર્થે દૂર કરવામાં આવ્યા છે.
રાજ્ય સરકારની ભૂકંપ પછીની સુંદર કામગીરી વિકાસનું કારણ છે…
હકિકતમાં બેટ દ્વારકામાં વર્ષ ૨૦૦૨માં આવેલ રાજ્ય વ્યાપી ભૂકંપની તાલુકામાં સૌથી વધુ અસર આ ગામને થયેલ હતી. કારણ કે, આર્થિક રીતે નબળા ધંધા-વ્યવસાય વગરના અવિકસિત રહેલ આ યાત્રાધામમાં પીવાના પાણી-વીજળી-હોસ્પિટલ-સ્કૂલ જેવી કોઈ પ્રાથમિક સુવિધાઓનો અભાવ હોય, અહીં રહેવા કે વસવા કોઈ તૈયાર ના હોય, આ ગામ કાચા-પાકા મકાનો ઝુંપડાઓ દ્વારા ઊભું થયેલ નાનું ગામડું હતું અને તેમાં ભૂકંપ આવતા ગામના ૭૦ ટકા ઉપરના કાચા માકાનો પડી ગયેલા હતા અને ગામ ભેંકાર બની ગયેલ હતું અને ૨૫ ટકા ગ્રામજનો ફરીને ઊભા થવાના બદલે ગામ છોડી અન્ય ગામો તરફ હિજરત કરી ચાલ્યા હતા. ત્યારે રાજ્યમાં સતાનીશ ભાજપ સરકારની સમયસરની પ્રજાને આપવામાં આવેલ આર્થિક મદદ અને જે તે અસરગ્રસ્ત વિસ્તારોના વિકાસ માટેની બનાવાયેલ યોજના અન્વયે આ ગામને મળેલ “અંડર સી કેબલ લાઇન” દ્વારા રાઉન્ડ ધ ક્લોક વીજ પુરવઠો-મંદિરના પૂર્નઃનિર્માણ માટેની સરકારી ગ્રાન્ટ-ગામને યાત્રાધામ તરીકે વિકસાવવા માટેની તૈયારીના ભાગરૂપે સ્થાનીક ગ્રામ પંચાયતને નજીકની ગ્રામ પંચાયત ઓખા સાથે ભેળવી નગરપાલિકામાં રૂપાંતરિત કરવાના પગલે સરકારની મળતી કરોડો રૂપિયાની ગ્રાન્ટના પગલે ઘર-ઘર પીવાનું પાણી પુરૂ પાડવું-સ્ટ્રીટ લાઇટ-અર્બન હેલ્થ સેન્ટર જેવી પ્રાથમિક સુવિધાઓ ઊભી થવાના પગલે યાત્રિકોના વધેલા ઘસારાને કારણે આ ગામનો વિકાસ થયો છે.
કુદરતના નિયમ મુજબ વિકાસ સાથે વિનાશ હોય જ છે…
કુદરતનો સનાતન નિયમ છે કે, વિકાસ અને વિનાસ એક સિક્કાના બે અલગ-અલગ હિસ્સા છે. જે મુજબ આ ગામનો યાત્રાધામ તરીકે વિકાસ થતાં ગામમાં હિજરત કરી ચાલ્યા ગયેલા ગ્રામજનો ફરીને ગામમાં આવ્યા અને તેમની સાથે તેમના અન્ય સગા સબંધીઓને પણ લાવ્યા અને રોજગારી મેળવવા લાગ્યા. જેમાં પણ કેન્દ્રમાં ભાજપ સરકાર સત્તા ઉપર આવી અને તેના દ્વારા સુરક્ષાની દ્રષ્ટિ અને ધાર્મિક સ્થળનો યાત્રાધામ તરીકે વિકાસ કરવાની યોજના અંતર્ગત જ્યારે સમુદ્ર ઉપરના આ ટાપુને ઓખા સાથે રાહ રસ્તે જાેડવા ઓખા-બેટ દ્વારકા વચ્ચે સમુદ્રના પાણી ઉપર મુંબઈના સી-લિન્ક બ્રિજ જેવો બ્રિજ બનાવવાની યોજના જાહેર કર્યા બાદ આ ગામના વિકાસના દ્વાર ખૂલવાનું બહાર આવતા આ ગામમાં રાજ્યના હોટલ-બિલ્ડર લોબીની જમીનની માંગ ચાલુ થતાં ગામમાં જમીનના ભાવ જે ચોરસ મીટર ના હતા તે ચોરસ સેન્ટિમીટરના બનતા જે તે વ્યક્તિ દ્વારા જ્યાં-ત્યાં ખુલ્લી સરકારી જમીનો ઉપર બિન અધિકૃત દબાણો થવા લાગેલ અને તેને સલામત બનાવવા ધાર્મિક સ્થળ સ્વરૂપે પહેલા થોડું બાંધકામ કરી પછી આજુબાજુની હજારો ફૂટ જમીન ઉપર દબાણો થવા લાગેલ અને પરિસ્થિતિ તો ત્યાં સુધી વિકરાળ બની ગયેલ કે ગામની વસ્તી કરતાં કાચા-પાકા મકાનોની સંખ્યા વધી ગયેલ અને આ બાંધકામો સરકારની આ યાત્રાધામને યાત્રાધામ સાથે સાહતે “આઇલેન્ડ ટ્યુરિસ્ટ સેન્ટર”બનાવવાની યોજનાને અનુરૂપ સુવિધાઓ ઊભી કરવામાં અડચણ રૂપ હોવાનું જે તે વિસ્તારના સર્વે દરમ્યાન બહાર આવતા ચોંકી ઊઠેલ તંત્ર દ્વારા હવે શું ? તેવો પ્રશ્ન ઉપસ્થિત થવા સાથે ઉચ્ચ કક્ષાએ રજૂઆતોના પરિણામ સ્વરૂપે આ ઓપરેશન મેગા ડિમોલેશન હાથ ધરવામાં આવેલ હોવાનું નકારી શકતું નથી.
મંત્રીનું નિવેદન હાસ્યાસ્પદ કેમ ?
ત્યારે આ ઓપરેશન મેગા ડિમોલેશનમાં દૂર કરાયેલ દબાણો-બાંધકામો વર્ષ ૨૦૦૨થી વર્ષ ૨૦૨૨ સુધીના ઊભા થયેલા હોવાનું ખુદ સરકારી તંત્રના રેકર્ડ ઉપર નોંધાયેલ છે. ત્યારે સત્ય હકિકતો ના જાણતા અને ફક્ત ચર્ચામાં રહેવા માંગતા રાજ્યના એક મંત્રી દ્વારા બે દિવસ પહેલા એક ખાનગી સમાચાર ચેનલને હાસ્યાસ્પદ ઇંટરવ્યૂ આપી-નિવેદનો આપી આ ગામમાં રહેતી ચોક્કસ કોમને ટાર્ગેટ બનાવી ફક્ત વિવાદાસ્પદ હકિકતો દર્શાવવામાં આવેલ હોવાનું નકારી શકતું નથી. કારણ કે, રાજ્યમાં ભાજપ છેલ્લા ૨૭ વર્ષથી સત્તા ઉપર છે. સ્થાનિક નગરપાલિકામાં પણ તેજ પાર્ટી સત્તાધારી છે. તાલુકા પંચાયત-જિલ્લા પંચાયતમાં પણ તેજ પાર્ટી સત્તાધારી છે. જ્યારે ધારાસભ્ય-સાંસદ પણ તેજ પાર્ટીના છે. વહીવટી તંત્ર પણ તેમના હસ્તકનું છે. ત્યારે આટલા મોટા પાયા ઉપર અને દેશની સુરક્ષાને ખતરા રૂપ બિન અધિકૃત દબાણો-બાંધકામો અંગે કોઈના ધ્યાન ઉપર ના આવ્યું હોય અને તે દૂર કરવું જરૂરી હોવાનું જણાવ્યા બાદ ફક્ત ૨૪ કલાકમાં તેને ટિ્‌વટર ઉપરથી દૂર કરવામાં આવ્યું જે સ્પષ્ટ કરે છે કે, મંત્રીનું નિવેદન-ઇંટરવ્યૂ આપવામાં ક્યાંક ઉતાવળ થઈ ગયેલ છે અને સત્ય સમજાતા હવે “સ્લીપ ઓફ ટંગ” સમજી લેવાનો ઈશારો કરી રહ્યા છે.

error: Content is protected !!