જૂનાગઢ તાલુકાના ડુંગરપુર ગામે નવી આંગણવાડીનું ઉદ્ઘાટન કોળી સમાજના આગેવાન રજીભાઈ ધોડકીયાના હસ્તે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે અતિથી વિશેષ તરીકે ઉપસ્થિત જૂનાગઢ તાલુકાના વિકાસ અધિકારી રાજેન્દ્રસિંહ ઠાકોર તમામ કર્મચારીઓ તેમજ ગુજરાત ચુવાળીયા કોળી સમાજના મહામંત્રી બટુકભાઈ મકવાણા, જીસાનભાઈ એડવોકેટ, કારૂભાઈ કડીવાર, સમજુભાઈ સોલંકી, ડુંગરપુર સરપંચ ધોડકીયાબેન ઉપસરપંચ ગોરધનભાઈ ધોડકીયા, કળી સમાજના પ્રમુખ દેવશીભાઈ ખોડાભાઈ, ગ્રામ પંચાયત સભ્યોનું સન્માન કાર્યક્રમ કોળી સમાજમાં રાખવામાં આવ્યો હતો અને તમામનું ફુલહાર પહેરાવી સ્વાગત કરવામાં આવ્યું હતુ તેમ એક યાદીમાં જણાવેલ છે.