પોલીસ સ્ટેશન બેઇઝડ સપોર્ટ સેન્ટરના કર્મચારી દ્વારા મહિલાલક્ષી જાગૃતિનો કાર્યક્રમ યોજાયો

0

જૂનાગઢ જિલ્લા મહિલા અને બાળ અધિકારી તેમજ દહેજ પ્રતિબંધક સહ રક્ષણ અધિકારીના માર્ગદર્શન હેઠળ પોલીસ સ્ટેશન બેઇઝડ સપોર્ટ સેન્ટરના મહિલા કાઉન્સેલર મયુરી ગોઢા અને મનિષા રત્નોતર દ્વારા કોલેજ ઓફ કમ્પ્યુટર, સાયન્સ એન્ડ આઈટી જૂનાગઢ ખાતે અભ્યાસ કરતી વિદ્યાર્થીનિઓને સાથે જાગૃતા સેમિનાર યોજાયો હતો. મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા ચાલતી યોજનાની બુકલેટનું વિદ્યાર્થીનિઓને વિતરણ કરી તેમને યોજના વિષે વિસ્તૃત માહિતી આપી હતી. જેમાં પોલીસ સ્ટેશન બેઈઝડ સપોર્ટ સેન્ટર, મહિલા સ્વાવલંબન યોજના, વ્હાલી દીકરી યોજના, ગંગા સ્વરૂપા યોજના, કામના સ્થળે થતી જાતીય સતામણી અધિનિયમ ૨૦૧, ઘરેલું હિંસા અધિનિયમ -૨૦૦૫, ગંગા સ્વરૂપા પૂર્નઃ સ્થાપન યોજના, સખી વન સ્ટોપ સેન્ટર તથા મફત કાનૂની સેવા સત્તા મંડળ, ૧૦૦ નંબર, સી ટીમ અને ૧૮૧ વિષે માહિતી આપવામાં આવી હતી.

error: Content is protected !!