શીલ પાસે મોટર સાયકલ હડફેટે દિવાસાનાં વૃધ્ધનું મોત

0

શીલ પાસે મોટર સાયકલ હડફેટે દિવાસાનાં વૃધ્ધનું મોત થતાં પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે. માંગરોળ તાલુકાનાં દિવાસા ગામનાં રામબાઇ માલદેભાઇ ડાકી નામનાં વૃધ્ધ શીલ નજીકનાં પોરબંદર હાઇવે રોડ ઉપરથી પસાર થતા હતા. ત્યારે જીજે-રપ-આર-૩૯૯પ નંબરનાં મોટર સાયકલ ચાલક રામભાઇને હડફેટમાં લેતા તેનું ગંભીર ઇજા થવાની મૃત્યું નિપજયું હતું. શીલ પોલીસે બાઇક ચાલક સામે કાર્યવાહી કરી વધુ તપાસ હાથ ધરી છે.

ડુંગરપુરમાં કારનાં સાઈલેસરની ચોરી
ડુંગરપુર ગામે રહેતા અકબરભાઈ જુસુબભાઈ સમાની મારૂતી કાર નં. જીજે-૧૧-સીએચ ૩૯રપમાંથી કોઈ અજાણ્યો ઈસમ સાઈલેસર આશરે રૂા. ૭૦૦૦૦ની ચોરી ગયાની જૂનાગઢ તાલુકા પોલીસમાં ફરીયાદ નોંધાવી છે.

error: Content is protected !!