જૂનાગઢમાં નાસ્તાનું વિતરણ કરી જન્મ દિવસની ઉજવણી કરાઈ

0

આજનાં સમયકાળ દરમ્યાન જન્મ દિવસ ઉપર મસમોટી કેક બનાવી, કેક એકબીજાનાં મોઢા ઉપર લગાડી, ઉડાડી અને બગાડ કરવામાં આવે છે ત્યારે જૂનાગઢનાં યુવાન દ્વારા પોતાનાં જન્મ દિવસની અલગ રીતે અને લોકોને મદદરૂપ થઈ ઉજવણી કરવામાં આવી હતી. હયુમાનિટી ફર્સ્ટ (એનજીઓ)નાં સભ્ય અંકિતભાઈ સોરઠીયનાં જન્મ દિવસ નિમિત્તે તા. ૧૦-૧૦-રર સોમવારનાં રોજ સિવીલ હોસ્પીટલ જૂનાગઢ ખાતે સવારનાં સમયથી વિના મુલ્યે નાસ્તાનું વિતરણ કરવામાં આવ્યું હતું. જેમાં દર્દી, દર્દીના સગાઓ, હોસ્પીટલનો સ્ટાફ તથા અન્ય લોકો સહિત આશરે ૭૦૦ લોકોએ નાસ્તાનો લાભ લીધો હતો.

error: Content is protected !!