શહેરીજનો આનંદો… આપની આતુરતાનો હવે અંત આવે છે… જૂનાગઢ શહેરનાં નરસિંહ મહેતા સરોવરનાં વિકાસની પ્રક્રિયા ટુંક સમયમાં શરૂ થશે

0

ગઈકાલે સ્થાયી સમીતીની મળેલી બેઠકમાં વિકાસનાં અનેક કાર્યોને અપાઈ મંજુરી

જૂનાગઢ શહેરની મધ્યમાં આવેલ નરસિંહ મહેતા સરોવરનું બ્યુટીફીકેશન કયારે થશે તેની શહેરીજનો આતુરતા ભરી રાહ જાેઈ રહયા છે. આ દરમ્યાન ગઈકાલે મનપાની સ્થાયી સમીતીની બેઠકમાં નરસિંહ મહેતા સરોવરનાં બ્યુટીફીકેશન અંગેનાં ટેન્ડર પ્રક્રિયાની સાથે અનેક વિકાસ કામોને પણ મંજુરી આપતા ઠરાવો પસાર કરવામાં આવ્યા છે. જૂનાગઢ શહેરની જનતા માટે નરસિંહ મહેતા સરોવરનો વિકાસ એ આનંદદાયક સમાચાર બની રહયા છે. દરમ્યાન આ અંગેની પ્રાપ્ત થતી વિગતો અનુસાર ગઈકાલે જૂનાગઢ મનપાની સ્થાયી સમીતીની બેઠક મળેલ હતી. જે બેઠક અન્વયે નિર્ણયો લેવા માટે સર્વપ્રથમ સંકલનની બેઠક મળેલ હતી. જેમાં મેયર ગીતાબેન પરમાર, ડે. મેયર ગિરીશભાઈ કોટેચા, સ્થાયી સમીતી ચેરમેન હરેશભાઈ પરસાણા, શાસક પક્ષનાં નેતા કિરીટભાઈ ભીંભા, દંડક અરવિંદભાઈ ભાલાણી, સ્થાયી સમીતીનાં સીનીયર સદસ્યો ઉપસ્થિત રહેલ હતાં. જેમાં સ્થાયી સમીતીનાં એજન્ડા અનુરૂપ નિર્ણયો લેવામાં આવેલ હતાં. ત્યારબાદ સ્થાયી સમીતીની બેઠક ચેરમેન હરેશભાઈ પરસાણાનાં અધ્યક્ષ સ્થાને મળેલી સ્ટેન્ડીંગ કમીટીની બેઠકમાં સદસ્યો બાલાભાઈ રાડા, નટુભાઈ પટોળીયા, આરતીબેન જાેષી, કિશોરભાઈ અજવાણી, ભારતીબેન ત્રાંબડીયા, શાંતાબેન મોકરીયા, જીવાભાઈ સોલંકી સહિતનાં સદસ્યોની ઉપસ્થિતિમાં મળેલ હતી. જે બેઠકમાં દરખાસ્તરૂપે આવેલ વિકાસકાર્યો અને વોર્ડ વિકાસનાં પ્રજાકીય સુખાકારીનાં કામોને મંજુરી આપવામાં આવેલ છે. જેમાં જૂનાગઢ શહેરની મધ્યમાં આવેલ નરસિંહ મહેતા સરોવર કે જેના ડેવલોપમેન્ટ માટે સરકારમાંથી આશરે રકમ રૂા. પ૬.૮૦ કરોડ જેવી માતબર રકમ મંજુર કરવામાં આવેલ છે. જેની ટેન્ડર પ્રક્રિયા હાથ ધરવામાં આવેલ હતી. અત્રે ઉલ્લેખનીય છે કે જૂનાગઢ મનપાને મળેલ પ્રવાસ ગ્રાન્ટ ૧૩/૧૪, ૧૪/૧પ, સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના ૧૪/૧પ, ૧૭/૧૮, ૧૮/૧૯, ૧૯/ર૦, ર૩/ર૪, મનપાનું સ્વભંડોળ, જેવી ગ્રાન્ટો મળીને કુલ રૂા. ૬૦ કરોડ જેવી માતબર રકમમાંથી આ કામગીરી હાથ ધરવા માટે કરવામાં આવેલ ટેન્ડર પ્રક્રિયામાં લોએસ્ટ ભાવો ભરનાર દેવર્ષ કન્ટ્રકશન, જૂનાગઢનાં ભાવો સૌથી નીચા હોવાથી આ બેઠકમાં ટેન્ડર પ્રક્રિયાને મંજુરી આપી તળાવનું ડેવલોપેમન્ટ સત્વરે હાથ ધરાય તે માટે સ્થાયી સમીતીએ કમર કસી છે. અત્રે જણાવવાનું પણ થાય કે, ચાલુ વર્ષનાં બજેટને પ્રસ્તુત કરતા શાસકોએ દ્રઢપણે જણાવેલ હતું કે, જૂનાગઢ શહેરની મધ્યમાં આવેલ નરસિંહ મહેતા સરોવરનું ડેવલોપમેન્ટ એક વર્ષની અંદર શરૂ થાય તેવા અમારા પ્રયત્નો રહેશે તેમ જણાવ્યું હતું.
આ ઉપરાંત જૂનાગઢ મનપા કચેરીમાં અપુરતા સ્ટાફની સમસ્યા એ ભુતકાળ રહે એવા આશય સાથે જૂનાગઢ મનપા દ્વારા સિધી ભરતી પ્રક્રિયા હાથ ધરવા માટે બ્રોડકાસ્ટ એન્જીનીયરીંગ કન્સલ્ટન્ટ, દિલ્હીનાં સૌથી નીચા ભાવોને બેઠકમાં મંજુર કરવામાં આવેલ છે. જૂનાગઢ મનપા કચેરી દ્વારા એકત્ર થયેલ સ્ક્રેપની જાહેર હરરાજી હાથ ધરી આ તમામ સ્ક્રેપનો નિકાલ કરવામાં આવેલ છે. જૂનાગઢ મનપાના વોર્ડ નં. ૧, ૬, ૭, ૧ર, ૧૩, ૧પના વિવિધ વિસ્તારોમાં જન લોકભાગીદારીનાં આશરે રકમ રૂા. ર કરોડ ર૪ લાખ જેવી માતબર રકમના ૭૦ ટકા, ર૦ ટકા, ૧૦ ટકા લોકભાગીદારીનાં વિકાસકાર્યો મંજુર કરવામાં આવેલ છે. આ કામો હાથ ધરાતા ઉપરોકત વોર્ડ વિસ્તારોમાં લોકસુવિધાઓ ઉભી થશે.

error: Content is protected !!