ખંભાળિયા સહિત દેવભૂમિ દ્વારકા ઉપરાંત પોરબંદર તાલુકામાં વિદેશી દારૂ પ્રકરણ સાથે સંડોવાયેલા જામજાેધપુર તાલુકાના એક શખ્સ તેમજ રાજસ્થાનના કુખ્યાત બુટલેગર મળી કુલ ત્રણ શખ્સોને ઝડપી લેવા એલસીબી પોલીસની સફળતા મળી છે. જે આરોપીઓનો કબજાે ખંભાળિયા પોલીસને સોંપવામાં આવ્યો છે. આ સમગ્ર પ્રકરણ અંગે એલસીબી સૂત્રો દ્વારા સાંપળેલી વિગત મુજબ દેવભૂમિ દ્વારકા જિલ્લાના જુદા જુદા દારૂ પ્રકરણમાં ફરાર આરોપીઓ સામે કડક આચાર કાર્યવાહી કરવા માટે જિલ્લા પોલીસવાળા નિતેશ પાંડેયની સૂચનાથી એલસીબી વિભાગના પોલીસ ઇન્સ્પેક્ટર કે.કે. ગોહિલ દ્વારા સ્થાનિક સ્થાનિક સ્ટાફને સૂચના આપી, અને જરૂરી કામગીરી હાથ ધરવામાં આવી હતી. જે અંતર્ગત એલસીબીના એ.એસ.આઈ. ભરતભાઈ ચાવડા તથા હેડ કોન્સ્ટેબલ મસરીભાઈ ભારવાડીયાને મળેલી ચોક્કસ બાતમીના આધારે જામનગર જિલ્લાના જામજાેધપુર તાલુકાના જામ સખપુર ખાતે રહેતા રાજેશ ઉર્ફે રાજુ નારણ મોરી નામના ૨૭ વર્ષના રબારી શખ્સ તેમજ તેની સાથે રાજસ્થાન રાજ્યના જાલોર જિલ્લાના સાંચોર તાલુકામાં રહેતા પ્રકાશચંદ રામલાલ બિસ્નોઈ નામના ૨૪ વર્ષના ગોદારા શખ્સને ભાણવડ નજીક ત્રણ પાટીયા વિસ્તારમાંથી ઝડપી લેવામાં આવ્યા હતા. ઝડપાયેલા ઉપરોક્ત બંને શખ્સો પૈકી જામજાેધપુર તાલુકાનો રાજેશ ઉર્ફે રાજુ નારણ રબારી અગાઉ દેવભૂમિ દ્વારકા જિલ્લાના જુદા-જુદા પોલીસ મથક ઉપરાંત પોરબંદર તાલુકાના મળી, કુલ ૨૩ ગુનાઓ સાથે સંકળાયેલો હતો. જે પૈકી ખંભાળિયા, કલ્યાણપુર, સલાયા અને રાણાવાવ પોલીસ મથકના જુદા જુદા ગુનાઓમાં ફરાર જાહેર થયો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે, ખંભાળિયા પંથકમાં આજથી આશરે દસ દિવસ પૂર્વે ઝડપાયેલા ૪૦૦ પેટી જેટલા તોતિંગ દારૂના જથ્થા પ્રકરણમાં ઝડપાયેલા એક શખ્સ સાથે તેનું નામ ખુલવા પામ્યું હતું. જ્યારે રાજસ્થાનના પ્રકાશચંદ બિસ્નોઈ પણ ત્યાંથી ખૂબ મોટી માત્રામાં વિદેશી દારૂ અહીં મોકલતો હતો. તેની સામે અગાઉ અમદાવાદ શહેર ખાતે પાસા એક્ટ મુજબ કાર્યવાહી કરવામાં આવી હતી. એટલું જ નહીં, રાજકોટ શહેરમાં પણ દારૂ પ્રકરણમાં તે ઝડપાયો હતો. ઝડપાયેલા બંને શખ્સોનો કબજાે ખંભાળિયા પોલીસને સોંપવામાં આવ્યો છે. જેને પોલીસે અહીંની અદાલતમાં રજૂ કરતા જામજાેધપુરના આરોપી રાજેશ ઉર્ફે રાજુ નારણ મોરીને બે દિવસના રિમાન્ડ ઉપર સોંપવામાં આવ્યો છે. જ્યારે રાજસ્થાનના પ્રકાશચંદ બિસનોઈને અદાલતે જેલ હવાલે કરવાનો હુકમ કર્યો છે.