ગુજરાત સરકાર દ્વારા રાજ્યની મહત્વની નગરપાલિકાઓને રૂપિયા ૭૦-૭૦ લાખની કિંમતના વોટર બ્રાઉઝર આપવામાં આવ્યા છે. જેમાં દેવભૂમિ દ્વારકા જિલ્લાને પણ બે વોટર બ્રાઉઝર સાંપડ્યા છે. રાજ્ય સરકાર દ્વારા ખંભાળિયા તથા દ્વારકા તાલુકાને કુલ રૂપિયા ૧.૪૦ કરોડની કિંમતના બે આધુનિક વોટર બ્રાઉઝર ફાળવવામાં આવતા સ્થાનિક ફાયર ઓફિસર મિતરાજસિંહ પરમાર તેમજ ફાયર ટીમ દ્વારા આ બંને વોટર બ્રાઉઝર ખંભાળિયા અને દ્વારકા લાવવામાં આવ્યા હતા. જિલ્લાના જુદા જુદા વિસ્તારોમાં આ આધુનિક અને સુવિધાસભર વોટર બ્રાઉઝરથી અગ્નિસમનની કાર્યવાહીમાં સ્ટાફને સુગમતા તથા ઝડપ પ્રાપ્ત થશે.