દેવભૂમિ દ્વારકા જિલ્લાના મુખ્ય મથક ખંભાળિયા ખાતે ભારતીય જનતા પાર્ટીની ગુજરાત ગૌરવ યાત્રાનું આગમન થયું હતું. જેમાં મોટી સંખ્યામાં પાર્ટીના નેતાઓ, હોદ્દેદારો, કાર્યકરો જાેડાયા હતા. દેવભૂમિ દ્વારકાથી શરૂ થયેલી ગુજરાત ગૌરવ યાત્રા જુદા જુદા ગ્રામ્ય વિસ્તારોમાં ફરી અને રાત્રિના સમયે ખંભાળિયા પહોંચી હતી. ખંભાળિયા-દ્વારકા હાઈ-વે ઉપર આવેલા શહેરના પ્રવેશદ્વાર ખાતે આ ગૌરવ યાત્રાનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. જેમાં ભાજપના આગેવાનો તથા કાર્યકરોમાં મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. વિશાળ સંખ્યામાં આગેવાનો, હોદ્દેદારો, કાર્યકરો સાથેની આ ગૌરવ યાત્રા અહીંના જાેધપુર ગેઈટ ખાતે પહોંચી હતી. જ્યાં જાહેર સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. ખંભાળિયા શહેર તથા આસપાસના લોકોને તત્કાલીન મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી તથા સાંસદ પૂનમબેન માડમે સંબોધન કર્યું હતું. જેમાં વિકાસ યાત્રા જેવી આ ગૌરવ યાત્રાના હેતુઓ તેમજ આ યાત્રાથી જનજન સાથે જાેડાણની વાતો કરવામાં આવી હતી. દ્વારકાથી શરૂ થયેલી આ ગૌરવયાત્રાનું ભાટિયા, નંદાણા વડત્રા વિગેરે ગામોમાં ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. દ્વારકાથી પોરબંદર વચ્ચે શરૂ થયેલી આ ગૌરવયાત્રા અંગે જાણકારી આપતા રાજકોટના પૂર્વ મેયર ધનસુખભાઈ ભંડેરીએ જણાવ્યું હતું કે આ યાત્રા જામનગર, રાજકોટ સુરેન્દ્રનગર વિગેરે સાત જિલ્લાઓમાં ફરીને જુદા જુદા સ્વાગત પોઇન્ટ સાથે જાહેર સભા યોજી અને સાત દિવસ બાદ પોરબંદર ખાતે પૂર્ણ થશે.