બેટ દ્વારકા બાદ હવે જખૌ બંદર ઉપર મોટા પાયે ઓપરેશન ડિમોલિશન : અનેક ગેરકાયદે દબાણો ધ્વસ્ત કરાયા

0

ભારતના છેવાડાના વિસ્તાર એવા બેટ દ્વારકામાં પખવાડિયા પૂર્વે તંત્ર દ્વારા હાથ ધરવામાં આવેલા મેગા ઓપરેશન ડિમોલિશન બાદ પોરબંદર, સોમનાથ, વેરાવળ પછી હવે કચ્છના જખૌ વિસ્તારમાં ઓપરેશન ડિમોલિશન શરૂ કરવામાં આવ્યું છે. કચ્છના જખૌ બંદર ઉપર છેલ્લા બે દિવસથી જિલ્લા કલેકટરની આગેવાની હેઠળ જિલ્લા પોલીસ વડા તથા રેવન્યુ વિભાગ દ્વારા ખાસ ઝુંબેશ ચલાવવામાં આવી છે. જેમાં જખૌ બંદરની આસપાસ અનેક ગેરકાયદે દબાણ ઉપર બુલડેઝર ફેરવવામાં આવ્યું છે. જખૌ બંદર તથા આસપાસના વિસ્તારોમાં પણ બેટ દ્વારકાની જેમ હજારો ફૂટના વ્યાપક દબાણો વંડા, દુકાનો અને કોમર્શિયલ બાંધકામ સ્વરૂપે હોય, તંત્ર દ્વારા તેના ઉપર તવાઈ ચલાવવામાં આવી છે અને મોટા પાયે દબાણ હટાવવાની કામગીરી ચાલી રહી છે.

error: Content is protected !!