યાત્રાધામ બેટ દ્વારકામાં પૂર્નઃ દબાણ હટાવ ઝુંબેશ જારી : દસ જેટલા દબાણો ઉપર ફર્યું બુલડોઝર

0

ઓખા મંડળના સુપ્રસિદ્ધ યાત્રાધામ બેટ દ્વારકામાં ગત તા.૧ ઓક્ટોબરથી તંત્ર દ્વારા હાથ ધરવામાં આવેલા મેગા ઓપરેશન ડિમોલિશનમાં તાજેતરમાં રાખવામાં આવેલા બ્રેક બાદ ગઈકાલે ગુરૂવારે પૂર્નઃ વહીવટી તંત્રએ કેટલાક અનધિકૃત દબાણો દૂર કર્યા હતા. બેટ દ્વારકામાં તાજેતરમાં ઇદના તહેવારોને અનુલક્ષીને ફેરીબોટ શરૂ કરવા સહિતની કેટલીક છૂટછાટો આપવામાં આવી હતી. આ વચ્ચે ધીમી કરાયેલી દબાણ હટાવ ઝુંબેશ ગઈકાલ પૂર્નઃ વેગવંતી બની છે. રેવન્યુ તંત્રને સાથે રાખીને પોલીસ તંત્ર દ્વારા બેટ દ્વારકામાં આજે નવ જેટલા નાના-મોટા દબાણો દૂર કરવામાં આવ્યા હતા. જેમાં કેટલાક રહેણાંક વિસ્તારનો ભાગ તેમજ વ્યવસાયિક દબાણ દૂર કરવા તંત્ર દ્વારા કવાયત કરવામાં આવી હતી. જાે કે પ્રવાસીઓની સુવિધા માટે ઓખા જેટીથી બેટ દ્વારકા જતી ફેરી બોટ સર્વિસ ચાલુ રાખવામાં આવી હતી. પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે કોઈ અનિચ્છનિય બનાવ બન્યો ન હતો. રેવન્યુ વિભાગના સર્વે બાદ હજુ પણ અનધિકૃત દબાણ દૂર કરવાની કામગીરી જારી રાખવામાં આવે તેવી સંભાવનાઓ પણ જાેવા મળી રહી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, પ્રારંભના એક સપ્તાહ દરમ્યાન બેટ દ્વારકા વિસ્તારમાં આશરે રૂપિયા સાત કરોડથી વધુ બજાર કિંમત ધરાવતી બે લાખ ફૂટ જેટલી જગ્યા ઉપર ગેરકાયદે દબાણ દૂર કરવામાં આવ્યું છે.

error: Content is protected !!