ઉનામાં ટ્રાફિકમાં ફરજ બજાવતા પીએસઆઇ નિમાવતની મનમાનીથી લોકોમાં હેરાન-પરેશાની

0

ગરીબ અને અભણ માણસોને મનફાવે તેવું વર્તન કરી અને બાઇકના મેમો આપવા એ અત્યારે તહેવારના સમયમાં યોગ્ય ના ગણાતા વેપારીઓ તથા બાર એસોસિએશનના હોદેદારોએ ઉના પોલીસ સ્ટેશને જઈને પીઆઇને પીએસઆઇ નિમાવત વિરૂદ્ધ રજુઆત કરેલ હતી. છેલ્લા ૨ થી ૩ દિવસથી ઉના પોલીસ સ્ટેશનમાં પીએસઆઇ નિમાવત તરીકે ફરજ બજાવી રહેલ અને ટ્રાફિકની કામગીરી બજાવી અને પોતાનો ઉના શહેરમાં રોફ જમાવની કોશિષ કરતા અને ગરીબ અને અભણ લોકોનો ઉના શહેરમાં વસવાટ કરતા લોકો ઉપર અને તહેવારના સમય દરમ્યાન લોકોને હેરાન પરેશાન કરતા પીએસઆઇ નિમાવતની ટ્રાફિકમાંથી અન્ય જગ્યાએ બદલી કરી નાખવા ઉના શહેરની માંગણી થતાં તમામ વેપારી એસોસિએશન અને ઉના બાર એસોસિએશનના હોદેદારો ઉના પોલીસ સ્ટેશનમાં જઈ અને ધારદાર રજુઆત કરતા ઉના ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા પીએસઆઇ નિમાવતની ટ્રાફિકની જગ્યા એ અન્ય જગ્યા એ બદલી કરી નાખવા અપીલ કરાઇ હતી.

error: Content is protected !!