સાળંગપુરધામ ખાતે કષ્ટભંજનદેવ હનુમાનજી મહારાજનો ૧૭૪મો વાર્ષિક પાટોત્સવ ભવ્ય રીતે ઉજવાયો

0

સુપ્રસિદ્ધઅને પવિત્ર યાત્રાધામ સાળંગપુરના કષ્ટભંજનદેવ હનુમાનજી મહારાજનો ૧૭૪મો વાર્ષિક પાટોત્સવતા.૧૪-૧૦-૨૦૨૨નેશુક્રવારના રોજ ભવ્ય રીતે ઉજવાયો.જેમાં દાદાના દર્શન, અભિષેક, અન્નકૂટ,મારૂતિ યજ્ઞ પૂજન દર્શન, કથાશ્રવણના દર્શન એવં વડતાલ દેશ પિઠાધિપતિ પ.પૂ.ધ.ધુ.૧૦૦૮ આચાર્યશ્રી રાકેશપ્રસાદજી મહારજ, લાલજી મહારાજ -બ્રહ્મનિષ્ઠ સંતોના દર્શન-આશીર્વચન વિગેરેનો લાભ હરિભક્તોએ લીધો હતો. આ પ્રસંગે સવારે ૫ઃ૩૦ કલાકે મંગળા આરતી,સવારે ૭ઃ૦૦ કલાકેશણગાર આરતી, સવારે ૮ઃ૦૦ કલાકેઅભિષેક, ૧૧ઃ૦૦ કલાકે છપ્પનભોગઅન્નકૂટ આરતી તેમજ પ.પૂ.ધ.ધુ.૧૦૦૮ આચાર્યશ્રી રાકેશપ્રસાદજી મહારાજ દ્વારા યજ્ઞ પૂર્ણાહૂતી કરવામાં આવેલ.
કથાકાર શાસ્ત્રી સ્વામી શ્રી હરિપ્રકાશદાસજી (અથાણાવાળા) દ્વારા પોતાની સુમધુરશૈલીમાં “શ્રી હનુમાન ચરિત્ર કથા” શ્રવણ કરાવી પૂર્ણાહૂતિ બપોરે ૧૨ઃ૦૦ કલાકે કરવામાં આવેલ હતી. શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મહારાજનો ૧૭૪મો વાર્ષિક પાટોત્સવ નિમિતે દાદાને વિશેષ વાઘાનો તેમજ સિંહાસનને ફૂલોથી શણગારવામાં આવેલ તથા દાદાના મંદિરને રોશનીથી શણગારવામાં આવ્યુ હતું અને સંસ્થા દ્વારા વિશેષ સગવડ કરવામાં આવી હતી. શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મહારાજનો ૧૭૪મો વાર્ષિક પાટોત્સવ પ્રસંગે મંદિરના કોઠારી વિવેકસાગરદાસજી સ્વામી, શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી(અથાણાવાળા) તથા તમામ સંતમંડળ-પાર્ષદમંડળદ્વારા સમગ્ર મહોત્સવનું સંચાલન કરવામાં આવ્યુ હતું.

error: Content is protected !!