દ્વારકા : નવા વરાયેલા શંકરાચાર્ય સ્વામિ સંદાનંદ સરસ્વતી મહારાજનો મહાઅભિવાદન સમારોહ યોજાયો

0

યાત્રાધામ દ્વારકા ખાતે આવેલ આદ્ય જગદગુરૂ શ્રી શંકરાચાર્યના શારદાપીઠ મઠ ખાતે નવા વરાયેલા શંકરાચાર્ય સ્વામી શ્રી સદાનંદ સરસ્વતી મહારાજનો મહાઅભિવાદન સમારોહ ૪૦ વર્ષ બાદ દ્વારકા ખાતે ઉજવાયો હતો. જે અંગેની વિગત મુજબ ગઈકાલે યાત્રાધામ દ્વારકા ખાતે ૭૯માં શંકરાચાર્ય તરીકેના રૂપમાં સ્વામી શ્રી શદાનંદજી પ્રતિષ્ઠિત થતા અન્ય પીઠના પીઠાધીશરો, શ્રી શ્રી ૧૦૦૮ મહંતો, દ્વારકા દેવસ્થાન સમિતિના ઉપાધ્યાક્ષ અને રિલાયન્સ કંપનીના ધનારાજભાઈ નથવાણી, સાંસદ પૂનમબેન માડમ, સ્થાનિક ધારાસભ્ય પબુભા માણેક, અન્ય રાજકીય નેતાઓ, અધિકારીઓ, પદાધિકારીઓની હાજરીમાં શંકરાચાર્ય તરીકેનું મહાભિનંદન સમારોહનું આયોજન થયેલ હતું. મહાભીનંદન સમારોહ પ્રસંગે અન્ય જગતગુરૂ શંકરાચાર્ય સ્વામી અવીમુકતેશ્વરનંદ સરસ્વતી મહારાજ તેમજ જગતગુરૂ શંકરાચાર્ય વિદ્યુશેખર ભારતી મહારાજની પણ ખાસ ઉપસ્થિતિ હતી. દ્વારકા ખાતે આવેલ શારદાપીઠમાં એકી સાથે ત્રણ જગદગુરૂ શંકરાચાર્ય ધાર્મિક કાર્યક્રમમાં સામેલ થયા હતા. આ ધાર્મિક કાર્યક્રમમાં ધનરાજ નથવાણી સહિત મોટી સંખ્યામાં સાધુ, સંતો અને ભક્તો અનુયાયીઓની ઉપસ્થિતિ રહ્યા હતા અને દ્વારકામાં શારદાપીઠ ખાતે મહાભીનંદન સમારોહની ઉજવણી કરાઇ હતી. જેમાં શંકરાચાર્ય ઉપરાંત શ્રી શ્રી ૧૦૦૮ મહંત શ્રી વિધુ શેખર ભારતીજી મહારાજ શ્રૃંગેરી શારદાપીઠાધીસવર જગતગુરૂ શંકરાચાર્ય મહારાજ ખાસ ઉપસ્થિત રહેલ હતા. આ પ્રસંગે દ્વારકાનાં ભામાશા વિરમભા આશાભા માણેકનાં પુત્ર, શિવ ભકત શ્રી ક્ષત્રિય વાઘેર સમાજનાં પ્રમુખ માજી મંત્રી ગૌ સેવાનાં ભેખધારી અને સતત સાત વખતથી ધારાસભ્ય ચૂંટાતા એવા પબુભા વિરમભા માણેક દ્વારા જગદગુરૂ શંકરાચાર્ય સ્વામી શ્રી સદાનંદજી સરસ્વતી મહારાજનાં મહાભિનંદન સમારોહમાં મહારાજનાં ચરણોમાં રૂા.૧.૫૧ કરોડની ધનરાશિ અર્પણ કરવામાં આવી હતી. આ પ્રસંગે અન્ય આગેવાનોમાં દ્વારકા ગુગળી જ્ઞાતિના ઉપપ્રમુખ યજ્ઞેશભાઇ ઉપાધ્યાય, મંત્રી કપીલભાઈ વાયડા, પંડાસભાના પ્રમુખ દિવ્યપ્રકાશ ઠાકર, પંડાસભાના સભ્ય જીતેશભાઇ ઠાકર, દ્વારકા શહેર ભાજપ પ્રમુખ વિજયભાઈ બુજડ હાજર રહ્યા હતા.

error: Content is protected !!